Offbeat
વૃક્ષો કપાતાની સાથે જ આવી વાત સામે આવી, જોનારાઓના પણ હોશ ઉડી ગયા

અમેરિકાના ઈલિનોઈસમાં એક ‘ઘોસ્ટ ટાઉન’ની શોધ થઈ છે, જેના વિશે સ્થાનિક લોકોને પણ ખબર ન હતી કે તેનું અસ્તિત્વ છે. અર્બન એક્સપ્લોરર અને યુટ્યુબર કૈસર ગ્લિક દૂરના વિસ્તારમાં હાઇકિંગ કરી રહ્યા હતા ત્યારે તેમણે વૃક્ષોની પાછળ છુપાયેલી ઇમારતો જોયા. જ્યારે આ વૃક્ષો કાપવામાં આવ્યા ત્યારે આખું શહેર તેમની સામે જોઈને લોકો ચોંકી ગયા હતા. જો કે, શહેર નિર્જન છે અને હવે અહીં કોઈ રહેતું નથી. તેનો વીડિયો પણ યુટ્યુબ પર વાયરલ થયો છે.
કૈસરે જણાવ્યું કે 22 એકરમાં ફેલાયેલું આ ઘોસ્ટ ટાઉન ઇલિનોઇસના વેડ્સવર્થમાં આવેલું છે. વૃક્ષો કપાયા બાદ જાણવા મળ્યું કે એક સમયે અહીં એક ડઝન પરિવારો રહેતા હતા. પરંતુ હવે શહેર નિર્જન થઈ ગયું છે. એટલું જ નહીં, લોકોએ સામાન પણ લીધો ન હતો. જો કે તેની પાછળનું કારણ શું છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.
19 વર્ષીય કૈસરનું માનવું છે કે આ જગ્યા નેશનલ હાઈવેના વિસ્તરણ અથવા વેરહાઉસ કે એપાર્ટમેન્ટ બનાવવા માટે ખાલી કરવામાં આવી હશે. તેણે કહ્યું, જ્યારે અમે સ્થાનિકો સાથે આ વિશે વાત કરી તો તેઓ પણ દંગ રહી ગયા. સ્થાનિકોએ જણાવ્યું કે જ્યાં સુધી વૃક્ષો કાપવામાં ન આવ્યા ત્યાં સુધી આ શહેરનું અસ્તિત્વ વિશે તેમને કોઈ જ ખ્યાલ ન હતો.
અર્બન એક્સપ્લોરર અનુસાર, આ વિસ્તારમાં સાત મકાનો અને ચાર બહુમાળી ઇમારતો છે. આ ઉપરાંત લોકો જૂની બાઇક, પોર્સેલિન અને ટાઇપરાઇટર ઉપરાંત ઘણા ટ્રેક્ટર અને ખેતીના સાધનો છોડી ગયા છે. હવે આ ભૂતિયા નગર સ્થાનિકોમાં કુતૂહલનો વિષય બન્યો છે.
યુટ્યુબ પર શેર કરવામાં આવેલો 27 મિનિટનો વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. આ અસામાન્ય શોધથી લોકો દંગ રહી ગયા છે. તે જ સમયે, કેટલાક લોકોને તે ડરામણું લાગ્યું છે. કેટલાક યૂઝર્સે એવી પણ કોમેન્ટ કરી છે કે જે ઘરોમાં લોકો એક સમયે રહેતા હતા, તેમની યાદો અને સપનાઓને વહાલ કરતા હતા, તેઓએ બધું પાછળ કેમ છોડી દીધું, આ ભાગ ઘણો ડરામણો લાગે છે.