Gujarat
ટામેટા ના ભાવ વધતાં મરચાં ને મરચાં લાગ્યા ”હાઈ હાઈ મીરચી” 200 ની કિલો
ગુજરાત ના વડોદરા, પંચમહાલ તથા છોટાઉદેપુર જિલ્લા માં શાકભાજી વચ્ચે જાણે હરીફાઈ જામી છે સૂકા મશાલા બાદ લીલા શાકભાજીમાં પણ જાણે ભાવ ખાવાની હરીફાઈ ચાલી હોય તેમ ટામેટાએ પોતાનો ભાવ ઉતારવા નથી દીધો ત્યાં શાકને સ્વાદિષ્ટ બનાવતા લીલા મરચાને મરચાં લાગ્યા હોય તેમ તેનો પણ ભાવ 200 રૂ કિલોએ પહોચ્યા છે જ્યારે ટામેટા 200 રૂ કિલો વેચાઈ રહ્યા છે. રસોઈના સ્વાદને ઉત્તમ અને તીખો બનાવનાર અને અતિ મહત્વના ગણાતા લીલા મરચા 200 રૂ કિલો મળી રહ્યા છે. જ્યારે ટામેટા પણ 200 રૂ કિલો વેંચાતા ગૃહિણીઓના બજેટ સાથે મેળ બેસતો નથી અને હોટેલ માલિકો પરેશાન થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત માં છેલ્લા ઘણા દિવસોથી ટમેટા, અને લીલા મરચાના ભાવ આસમાને છે. રસોઈના સ્વાદને ટેસ્ટફૂલ બનાવનાર ટમેટા અને મરચા બન્નેના ભાવ આસમાને પોહચી જતા રસોઈ બનાવવામાં ગૃહિણીઓ મૂંઝવણ અનુભવી રહી છે. જ્યારે હોટલ માલિકો પણ ભારે પરેશાન થઈ ગયા છે. રસોઈમાં જે વસ્તુ નાખવી પડે એતો જોઈએજ જેથી મોટી હોટલોમાં મરચાંના ભાવ વધી જતા ભારે મુશ્કેલી ઉભી થઇ છે. જ્યારે ચટપટુ સ્વાદિષ્ટ ભોજન આરોગનારાઓની પણ હાલત કફોડી બની છે. મોળુ મોળુ ખાવું પડે તેવી ફરિયાદો લોકો કરી રહ્યા છે.
ચાઈનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ જેવી વાનગીઓમાં મચરા તથા ટામેટાની વિશેષ જરૂર પડતી હોય છે. પરંતુ ભાવ વધારાને કારણે પોષાતું નથી. મોટી મોટી હોટલો ચલાવતા હોટલ માલિકો મરચાં તથા ટામેટાના ભાવ વધતા વાનગીઓમાં જેટલો બને તેટલો ઓછો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ જે વાનગી માં જે મટેરિયલ જોઈએ એ જરૂરી હોય જેથી ઉપયોગ કરવો પડે છે. જ્યારે નફામાં આંશિક ઘટાડો થતા મૂંઝવણ અનુભવતા હોય છે.
સવાર સવારમાં નાસ્તાની દુકાનો ઉપર નાસ્તાની સાથે મળતા મરચા ગાયબ થતા નાસ્તાના શોખીનોમાં નારાજગી જોવા મળીછે નાસ્તાનો સ્વાદ મરચાથી આવતો હોય પરંતુ ભાવ વધારાને કારણે નાસ્તાની પ્લેટોમાંથી મરચા ગાયબ થઈ ગયા છે.