Connect with us

Gujarat

‘ધીરજ ના ફળ મીઠા’ તે કહેવત પ્રમાણે વાડીમાં વર્ષોની મહેનત ફળી.

Published

on

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પીન્ડાપા ગામના વિજયભાઈ ચીમનભાઈ પઢિયાર 1998થી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ તેમની વાડીમાં કેરી અને તાઈવાન જામફળના પાકની ખેતી કરે છે. તેમની જમીનમાં ૨00 આંબાના વૃક્ષો ૨૦૦ જામફળના વૃક્ષો છે આ અગાઉ આ જમીનમાં  તુવેર, કપાસ, દિવેલ જેવા રોકડિયા પાક ઉગાવેલા. હવે તેઓ કેરી અને જામફળની ખેતી તરફ જ આગળ વધવા માંગે છે. પ્રાકૃતિક કૃષિ પ્રત્યે તેમને  ઓછી માહિતી હતી અને એક પૂર્વગ્રહ હતો કે તેમાં પાક ઓછો મળે છે. માટે શરૂઆતમાં તેમને ટ્રાયલ અને એરર કરી અને જાત મહેનતથી અનુભવના આધારે સફળતા મેળવી. શરૂઆતના વર્ષોમાં પ્રાકૃતિક કૃષિ માટે આટલી સજાગતા ન હતી. પરંતુ ધીરેધીરે વાવેતર કરતા ગયા અને તેમને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાતું ગયું. અગાઉની રસાયણ આધારિત ખેતીની સરખામણીમાં હવે સારો નફો મળી રહ્યો છે અને આવનારા વર્ષોમાં પણ તે જ થવાની અપેક્ષા છે.

આંબા અને જામફળ વાવ્યા પછી તરત જ સારા વળતરની અપેક્ષા રાખતા હતા પરંતુ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા તેમ ધીરે ધીરે તેમની જમીન સારો પાક આપવા લાગી. પ્રથમ વર્ષમાં વિજયભાઈએ જામફળના પાકમાંથી ૫૦ હજાર રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ કેરીમાં ધીરે ધીરે આવક શરુ થઈ. હવે તેઓએ નિર્ધાર કરી લીધો છે કે તેઓ કોઈપણ કૃત્રિમ ખાતરનો ઉપયોગ પોતાની જમીનમાં નહિ કરે અને ભવિષ્યમાં ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!