Chhota Udepur
પાવીજેતપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા સંમેલન યોજાયું

પ્રતિનિધિ, કાજર બારીયા
આ સંમેલનમાં જેતપુર પાવી તાલુકાના ૧૦ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ૧૮૦ જેટલી આશા બહેનો અને અન્ય મળીને ૨૦૦ જેટલી બહેનો આ સંમેલનમાં હાજર રહી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.બી ચૌબીસા એ આશા બહેનોની કામગીરીને બિરદાવી હતી અને શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રમાણે ટ્રોફી આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ડો. સી.બી ચૌબીસા એ જણાવ્યું હતું કે દર વર્ષે તેમની કામગીરી બિરદાવા અને તેમને ઉત્સાહિત કરવા માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે આ કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર પાવીજેતપુર ડોક્ટર વિકાસ રંજન દ્વારા કરવામાં આવ્યું હતું