Panchmahal

આશિષ કુમાર પંચમહાલ જિલ્લાના નવા કલેક્ટર

Published

on

સરકાર દ્વારા રાજ્યમાં ૧૦૯ આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ છે ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટર તરીકે આશિષ કુમારે પદભાર સંભાળી લીધો છે.આ સાથે તેઓ સમયના પાબંધ છે તેનો પરિચય પણ કરાવ્યો હતો.અગાઉ તેઓ રાજકોટ ખાતે ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.તેઓએ પ્રાંત અધિકારી તરીકે ગોધરા ખાતે પણ ફરજ બજાવી છે, આ ઉપરાંત તેઓ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બોટાદ અને આણંદ જિલ્લામાં પણ ફરજ બજાવી ચુક્યા છે.તેઓ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની છે અને ૨૦૧૪ની બેચના આઈએએસ અધિકારી છે.

જયારે રાજકોટમાં ૧૦૦ ટકા વેક્સિનેશનની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે વર્ષ ૨૦૨૧માં રાજકોટનાં ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમણે પદભાર સંભાળ્યો હતો.રાજકોટના “નારી ગૌરવ દિવસ” અંતર્ગત લોન વિતરણ સમારોહનું કાર્ય હોય,કે પછી રાજકોટ શહેરની પાયાની સમસ્યાઓ હોય, જેવી કે આવાસ, પરિવહન ક્ષેત્ર કે કચરાની સમસ્યાની તેમજ ન્યારી અને આજી ડેમના પાણીની સુવિધાઓ,કેકેવી ચોક ખાતે ડબલડેકર બ્રિજ માટે તેમણે સરાહનીય કામગીરી કરી છે. રાજકોટ માટે સૌથી ગૌરવપૂર્ણ સમય ૩૬મી નેશનલ ગેમ્સ ઇવેન્ટની મેજબાની રાજકોટ શહેરને મળી, જેમાં દેશભરના રમતગમત ક્ષેત્રના ખેલાડીઓ આવેલા હતા. દરેક કામોમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાથે હર હંમેશ જુસ્સા સાથે કામ કરનાર એવા આશિષ કુમાર હવે પંચમહાલ કલેક્ટર તરીકે જિલ્લાને વિકાસની ઉંચી ઉડાન પર લઈ જશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લામાં કલેક્ટર તરીકે કાર્યરત સુજલ મયાત્રાએ બે વર્ષથી વધારે સમય દરમિયાન જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ આપ્યો હતો. તેમની બદલી ગાંધીનગર ખાતે રેવન્યુ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે થઈ છે.તેમની બદલી થતાં તેમણે તેમનો ચાર્જ નવનિયુક્ત કલેક્ટર આશિષ કુમારને સુપ્રત કર્યો હતો. કલેક્ટર કચેરીના અધિકારીઓ કર્મચારીઓએ નવા કલેકટરનુ સહર્ષ સ્વાગત કરીને શુભકામનાઓ પાઠવી હતી.
*આશિષ કુમારે રાજકોટ ખાતે ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકે સંનિષ્ઠ ફરજો બજાવી છે

Advertisement

Trending

Exit mobile version