Connect with us

Gujarat

બોચાસણ ખાતે મહંત સ્વામી મહારાજના હસ્તે સટુંન ગામનાં યુવાને પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી

Published

on

At Bochasan, the youth of Satun village received Parshad Deeksha by Mahant Swami Maharaj.

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં ત્યાગાશ્રમનું અનેરું મહત્વ છે. સંસારનો ત્યાગ કરી અધ્યાત્મ માર્ગે પ્રયાણ કરનાર અનેક મહાપુરુષોએ તેમના જ્ઞાન અને કાર્યથી રાષ્ટ્રસેવા અને સમાજસેવા કરતાં-કરતાં પરમ પદની પ્રાપ્તિ કરી છે. પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જીવન અને કાર્યથી પ્રેરણા લઈને સાહિત્ય, સંગીત, કાવ્ય અને વિવિધ કૌશલ્યમાં પારંગત અનેક મુમુક્ષુઓ ત્યાગાશ્રમ સ્વીકારી તેઓની સંત પંક્તિમાં જોડાયા હતા
અનેક લોકોને દિવ્ય સત્સંગનો યોગ પ્રાપ્ત થઈને સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એ દિશામાં આ પવિત્ર પરંપરા આજે પણ વિદ્યમાન છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન ગુરુદેવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિતાંત સાધુતા, ભગવાન પ્રત્યેનીની નિષ્કામ ભક્તિ અને બી.એ.પી.એસ. સંસ્થાની વૈશ્વિક સ્તરે સામાજીક, શૈક્ષણિક અને ચારિત્ર્ય નિર્માણની નોંધપાત્ર સેવાના વિવિધ આયામોથી પ્રેરણા લઈને અનેક સુશિક્ષિત અને ઉચ્ચ કારકિર્દી ધરાવતા યુવાનો પ્રગટ સત્પુરુષની નિશ્રામાં ત્યાગાશ્રમ સ્વીકારી જીવનને સાર્થક કરે છે. આ સાથે ત્યાગાશ્રમ સ્વીકારનાર યુવાનોના માતા-પિતા અને પરિવારજનો પણ ધન્યતા અનુભવે છે.

Advertisement

૨૧/૧૧/૨૦૨૩ના સવારે તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં હસ્તે ૨૦ સુશિક્ષિત નવયુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. સવારે નવ વાગ્યે દીક્ષા નિમિત્તેની મહાપૂજા વિધિ સંપન્ન થઇ હતી. જેમાં દીક્ષા લેનારા યુવાનોની સાથે એમનાં માતા-પિતા તથા પરિવારજનો પણ જોડાયા હતાં. આ દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. લાડકવાયા દીકરાને ભગવાન ભજવાના પંથે પ્રયાણ કરવાની વિદાયના આ પ્રસંગે દીક્ષાર્થી યુવાનોના માતા-પિતા ખૂબ આનંદિત હતા. દીકરાના લગ્ન વખતે જેવી રીતે વરરાજાના માતા-પિતા નવા વસ્ત્રો અને ઘરેણાઓ પહેરીને દીકરાના લગ્નને માણતા હોય એવી રીત આજના આ પ્રસંગને માણી રહ્યા હતા. દીક્ષા ઉત્સવની સભામાં ત્યાગીની દીક્ષા ગ્રહણ કરનાર પુત્રને પગે લાગતા પિતા કે પૌત્રના ચરણોમાં મસ્તક નમાવતા દાદાઓના દર્શન કરીને સૌને અલૌકિક આનંદની અનુભૂતિ થતી હતી.

At Bochasan, the youth of Satun village received Parshad Deeksha by Mahant Swami Maharaj.

બોચાસણમાં ગઈ કાલે મહંત સ્વામી મહારાજના હસ્તે સટુંન ગામનાં યુવાને પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી હતી. મહંત સ્વામી મહારાજે ‘અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું’ આ દીક્ષામંત્ર આપીને દીક્ષાર્થી સંતના કપાળ પર ચંદનની અર્ચા કરી રાજીપો વરસાવ્યો હતો.

Advertisement

દીક્ષા પ્રસંગે આશીર્વચન આપતાં મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે ‘સૌપ્રથમ દીક્ષા લેનારા સાધકનાં માબાપને ધન્યવાદ છે. બધું અપાય પરંતુ દીકરા ન અપાય. અત્યારે ૧૧૯૫ સંતો થયા છે, આગળ ખૂબ વધશે’ દીક્ષા નિમિત્તે મહાપૂજા યોજાઈ હતી, જેમાં દીક્ષા લેનારા યુવાનોના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. જેતપુરપાવી તાલુકાના દીક્ષાર્થી ફાલ્ગુન રાઠવાનાં પિતા ભવાનસિહ એ કહ્યું હતું કે ‘મારા પુત્રએ આજરોજ દીક્ષા લીધી અને હવે આ પુત્રને સ્વામીના ચરણે સમર્પિત કરું છું. મને એનો આનંદ છે કે તે હવે પાંચ-પંદર વ્યક્તિના પરિવારનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હવે તેનો પરિવાર છે.’

દીક્ષા લેનાર ફાલ્ગુન રાઠવા બીઈ, એમએની ડિગ્રી ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ફાલ્ગુન રાઠવા સંસ્કૃતમાં અને તેણે ગોધરા યુનિવર્સિટીમાંથી રિલિજન વિષયક અભ્યાસ કર્યો છે. દીક્ષા લેનારા યુવાન સંતો આધ્યાત્મ સાધનાની સાથે-સાથે સદાચાર અને વ્યસનમુક્તિ જેવી અનેક પ્રકારની સામાજિક સેવાઓના કાર્યમાં જોડાશે. આ યુવાનોએ અભ્યાસ દરમ્યાન મેળવેલા જ્ઞાન અને રસરુચિ મુજબ તેમને વિવિધ પ્રકારની સેવાઓ સોંપવામાં આવે છે.

Advertisement

ગોધરામાં અભ્યાસ કરી ચૂકેલા ફાલ્ગુનભાઈ રાઠવાએ દીક્ષા ગ્રહણ કરી જણાવ્યું હતું કે, “સાધુ થવાનો મુખ્ય હેતુ પ્રમુખસ્વામી મહારાજના પ્રેરક વચનો અને ‘નિ:સ્વાર્થ ભાવે સમાજની સેવા કરવી’, ‘બીજાના ભલામાં આપણું ભલું સમજી સેવા કરવી’એ અનુસાર મારી દીક્ષા સમાજની સેવા કરવા અને મારા આધ્યાત્મિક વિકાસ માટે છે.”

Advertisement
error: Content is protected !!