Panchmahal
હાલોલ તાલુકાના ધાબા ડુંગરી ખાતે પરપ્રાંતિય સાધુ પુજારીએ પરિણીત મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી

હાલોલ તાલુકાના ધાબા ડુંગરી ખાતે આવેલ રામ ટેકરી પર રહેતા પરપ્રાંતિય સાધુ પુજારીએ પરિણીત મહિલાને સંતાન પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ કરતાં ચકચાર મચી જવા પામી છે જેમાં પરિણીત મહિલાએ સાધુ પર હાલોલ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે સાધુની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવવાની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના ધાબા ડુંગરી ખાતે આવેલ રામ ટેકરી પર રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા પુંજારી સાધુ ક્રિષ્ણકુમાર શિવ વિશાલ ત્રિવેદી પાસે ગત દિવસોમાં એક મહિલા પોતાના પતિ સાથે સંતાન પ્રાપ્તિની બાધા માટે આવી હતી જેમાં મહિલાના લગ્ન જીવનને દશ વર્ષ પૂર્ણ થવા છતાં તેઓને સંતાન સુખ પ્રાપ્ત ન થયું હોવાને લઈને મહિલાએ અનેક દેવી-દેવતાઓની બાધા તેમજ વિવિધ દવાખાનાઓમાં પોતાની સારવાર કરાવ્યા પછી પણ કોઈ નિરાકરણ ન આવતા મહિલાને જાણવા મળેલ કે સાધુ ક્રિષ્ણકુમાર સંતાન પ્રાપ્તિ માટે બાધા આપે છે જેને લઇને મહિલા બાધા લેવા માટે પોતાના પતિ સાથે સાધુ પાસે આવી હતી જેમાં સાધુએ મહિલાને જણાવ્યું હતું કે માસિક આવ્યાના છઠ્ઠા દિવસે તમારે આવવાનું રહેશે જે બાદ થોડા દિવસ પછી મહિલા પોતાના પતિ સહિત પોતાના પરિવારના અન્ય સદસ્યો સાથે રામ ટેકરી ખાતે આવી હતી
જ્યાં સાધુએ પ્રથમ મહિલાના પતિની માથેથી નારિયેળ વાળી પૂજા શરૂ કરી હતી તે દરમ્યાન મહિલાની સાથે આવેલા અન્ય પરિવારના સદસ્યો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ભોગ બનનાર મહિલા અને તેના પતિ ત્યાં હાજર હતા જેમાં મહિલાના પતિને હાથમાં નારીયેળ આપી સાધુએ બહાર બેસાડી હું બૂમ પાડું ત્યારે જ અંદર આવજો તેમ કહી મહિલાને એક અલગ રૂમમાં લઈ જઈ સંતાન પ્રાપ્તની ક્રિયા કરવાને બહાને મહિલાને સુવડાવી દઈ સાધુએ મહિલાને કહ્યું હતું કે તારે સંતાન સુખ જોઈતું હોય તો તારો કોઠો સાફ કરવો પડશે તેમ કહી મહિલા સાથે સાધુએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જેમાં મહિલા કશુ પણ બોલી શકી ન હતી જે બાદ મહિલાને સાધુએ દુષ્કર્મ આચાર્ય બાદ કહ્યું હતું કે તારે સંતાન સુખ જોઈતું હોય તો કોઈને પણ કંઈ પણ કહીશ નહીં જેમાં બનાવથી હેતબાઈને ગભરાઈ ગયેલી મહિલાએ પોતાના પતિને કંઈ પણ કહ્યું ન હતું અને પોતાના પતિ સાથે ઘરે આવી ગઈ હતી જેમાં ઘરે આવ્યા બાદ મહિલાને હિંમત આવતા સમગ્ર ઘટનાની જાણ મહિલાએ પોતાની બહેનને કરતા મહિલાની બહેને પોતાના પતિ સહિત ભોગ બનનાર મહિલાના પતિને સમગ્ર બનાવની જાણ કરતા પરિવારજનો આઘાત સાથે સ્તબ્ધ થઈ ગયા હતા જેમાં પહેલાના પતિએ આ બાબતે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મહિલાએ પોતાના પરિવારજનો સાથે આવી હાલોલ તાલુકા પોલીસ મથકે સાધુ ક્રિષ્ણકુમાર શિવ વિશાલ ત્રિવેદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે જ્યારે એક સંત સાધુ સામે મહિલાએ સંતાન પ્રાપ્તિની લાલચ આપી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોધાવતા સમગ્ર તાલુકા પંથકમાં તરેહ તરેહની ચર્ચા ઉઠવા પામી છે જ્યારે મહિલાએ નોંધાવેલ દુષ્કર્મની ફરિયાદને પગલે હાલોલ તાલુકા પોલીસે સાધુ ક્રિષ્ણકુમાર શિવ વિશાલ ત્રિવેદીની અટકાયત કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.