Chhota Udepur
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે HIV ગ્રસ્ત દર્દીઓ ને મનગમતી વસ્તુઓ અપાઈ
(અવધ એક્સપ્રેસ)
પ્રતિનિધિ, કાજર બારીયા
એપી પ્લસ એનજીઓ દ્વારા ચાલતા વિહાન પ્રોજેક્ટ વડોદરા નાં સહયોગ થી મેકેવિસ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ૧૦ થી વધુ એચ આઈ વી ગ્રસ્ત દર્દીઓ ને માનસિક રીતે તંદુરસ્ત રહે અને પોતાના જીવનમાં એકલતા દૂર થાય તે હેતુથી દર્દીઓ ની ઈચ્છા જાણી સામાજિક રીતે હૂંફ મળી રહે તે માટે પોતાના જીવનમાં ખુટતી વસ્તુઓ નો ઉમેરો થઇ શકે તેવા મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવ્યા હતા,
જેમાં મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો સમિર પરીખ તથા જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ઉપરાંત, જિલ્લા ક્ષય કેન્દ્ર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા તથા જિલ્લા તાલીમ કેન્દ્ર નાં સિનિયર મેડિકલ ઓફિસર ડો આશિષ બારીયા ઉપરાંત જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, વિહાન પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મનિષાબેન અને એઆરટી સેન્ટર છોટાઉદેપુર નાં મયુર સિંહ ચૌહાણ, જયેશભાઇ વણકર તથા એસટીઆઈ કાઉન્સિલર અનિલભાઈ સુતરીયા,તેમજ આઇસીટીસી સેન્ટર છોટાઉદેપુર નાં સંજયભાઇ રાઠવા, વિહાન આઉટરીચ વર્કર પ્રકાશ બારીયા સહિત નાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.