Panchmahal
પ્રથમ નજરે આત્મહત્યા ની લાગતી ઘટના હત્યા સાબિત થઈ પત્નીના પ્રેમીની હત્યા માં સંડોવણી
સાવલી હાલોલ રોડ પર ખાખરીયા ગામ ની સીમમાં થી પસાર થતી વડોદરા ગોધરા ના રેલવે ટ્રેક પર ટુકડા થયેલ મૃતપુરુષ ની લાશ મળી આવી હતી રેલવે પોલીસ એ સાવલી પોલીસ ને જાણ કરતાં સાવલી પોલીસ એ પ્રથમ અકસ્માત મોત નો ગુનો નોંધી લાશ નો કબજો મેળવી પીએમ કરાવી તપાસ હાથ ધરતાં મૃતક જમીન ના વ્યવસાય સાથે સંકળાયેલા હાલોલ ના જતીનભાઈ દરજી હોવાનું બહાર આવ્યું હતું અને ઘટનાસ્થળે થી આશરે ત્રણ કિલોમીટર ના અંતરે મૃતક ની મારુતિ સ્વીફ્ટ કાર બિનવારસી મળી આવી હતી મૃતક ની કોલડીટેલ આધારે સાવલી પોલીસ તેમજ એલસીબી, એસઓજી સહિત ની જિલ્લા પોલીસ ની વિવિધ ટીમ બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કરતાં પ્રથમ નજરે આત્મહત્યા નો કેસ લાગતો કેસ નો ભેદ ગણતરીના દિવસો માં ઉકેલાતાં હત્યા પ્રેમપ્રકરણ માં થઈ હોવાનું સામે આવ્યું આત્મહત્યા લાગતી ઘટના નો કેસ પોલીસ તપાસમાં હત્યા ના ગુનાં માં ફેરવાયો
ગત 31 તારીખે મધ્ય રાત્રી એ વડોદરા જિલ્લા સાવલી તાલુકાના સાવલી હાલોલ રોડ પર ચાંપાનેર રોડ રેલવે સ્ટેશન પાસે ખાખરીયા ગામ ની સીમમાં પસાર થતી મુંબઈ દિલ્હી મુખ્ય રેલવે લાઇન પર ચાંપાનેર રોડ રેલવેફાટક થી ગોધરા તરફ આશરે અડધાકિલોમીટર ના અંતરે 434/29 નમ્બર ના ઇલેક્ટ્રિક પોલ પાસે પસાર થતી ગુડ્સટ્રેન ના ગાર્ડ એ કોઇ લાશ પડી હોવાની રેલવે ના અધિકારી ને વર્ધિ આપી હતી વહેલી સવારે રેલવે પોલીસ એ સાવલી પોલીસ ને જાણ કરતાં સાવલી પોલીસ એ ઘટનાસ્થળે દોડી જઇ ટુકડા થઈ ગયેલ મૃત પુરુષ લાશ નો કબજો લઈ અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથધરી હતી મૃતક પંચમહાલ જિલ્લાના હાલોલ મંગલમૂર્તિ ફ્લેટ ગોધરારોડ ના જતીનભાઈ દરજી હોવાની માહિતી બહાર આવી હતી અને મૃતક ની મારૂતિ સ્વીફ્ટ કાર ઘટનાસ્થળે થી આશરે ત્રણ કિલોમીટર ના અંતરે ઉત્તમનગર ની સીમમાં બિનવારસી હાલતમાં મળી આવતાં સાવલી પોલીસ સહિત જિલ્લા પોલીસ ની વિવિધ એજન્સીઓ એલસીબી,એસઓજી, સહિત ની વિવિધ ટીમો બનાવી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, એફ એસ,એલ, સહિત એ તપાસ નો ધમધમાટ શરૂ કરી મૃતક જતીનભાઈ દરજી ના કોલ ડિટેલ આધારે ધંધાકીય હરીફાઈ જેવા અન્ય પાસા બાબતે તપાસ કરતાં પ્રેમપ્રકરણ માં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો પોલીસ તપાસ માં પ્રથમ મૃતક ના ભાઈ કિરણભાઈ દરજી એ જાહેરાત આપતાં સાવલી પોલીસ એ 15/23 થી અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મૃતકના સગા માંથી મૃતક ની પત્ની બીરલબેન એ સાવલી પોલીસ ને મરણજનાર જતીનભાઈ દરજી ની હત્યા થઈ હોવાની ફરિયાદ નાગજીભાઈ ભરવાડ રહે,હાલોલ વિરુદ્ધ આપેલ જે આધારે પોલીસે તપાસ હાથ ધરેલ મૃતક ની કોલ ડિટેલ કઢાવતાં બનાવ વખતે મૃતકના મોબાઈલ ફોન સાથે આરોપી વિજય ઉર્ફે અંજો રામાંભાઈ નાયક રહે,ચાંપાનેર સંપર્કમાં હોવાનું જણાઇ આવતાં તેની ધરપકડ કરી પૂછપરછ દરમ્યાન સદર ગુનો મૃતક જતીનભાઈ દરજી ને પોતે તેમજ અન્ય આરોપી સંદીપ કન્હૈયાલાલ રહે,નેવરિયા વસાહત બંને એ નાગજીભાઈ ભરવાડ મૃતક જતીનભાઈ ને લઈ આવેલા ને તેવો ના કહેવાથી દારૂ પાર્ટી કરી જતીનભાઈ દરજી ને બિયર પીવડાવી રેલવે ટ્રેક પર લઈ જઈ આરોપી અંજુ એ ગળું દબાવી તેમજ અન્ય આરોપી સંદીપ બલય એ મોત નીપજાવી રેલવે ટ્રેક પર સુવડાવી ભાગી છૂટ્યા હતા બંને આરોપી ને પોલીસ એ ઝડપી પાડી વધુ તપાસ માટે સાવલી કોર્ટમાં હાજર કરી આઠ દિવસ ના રિમાન્ડ ની માંગણી કરાઈ હતી સાવલી કોર્ટે વધુ તપાસ અને ગુનાં ના કામે ઉપયોગમાં લેવાયેલા મુદ્દામાલ ની તપાસ માટે ત્રણ દિવસ ના રિમાન્ડ મંજુર કરતાં આરોપીઓ એ મૃતક ના કપડાં,ઘડિયાળ, મોટરસાયકલ મોબાઈલ ફોન સહિત કબજે કર્યા હતા અને વધુ તપાસ માં જતીન ભાઈ દરજી ની હત્યા માં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક જતીનભાઈ દરજી ની પત્ની બીરલબેન જતીનકુમાર દરજી ને ધર્મેશ ઉર્ફે ધમો પટેલ સાથે ત્રણવર્ષ ઉપરાંત સમય થી પ્રેમ સંબંધ હતો અને તેવો એ કાંટારૂપ લાગતાં જતીનભાઈ દરજી નું કાળસ કાઢવા નું મન બનાવી નાગજી ભરવાડ ને ડાઉનપેમેન્ટ ભરી એક આઇસર ટેમ્પો લઈ આપી રોકડ રૂપિયા 50,000 આપી જતીન દરજી ને મારી નાખવા તૈયાર કર્યો બનાવ ના દિવસે નાગજી ભરવાડ મૃતક ને બિયર પીવા અને એન્જોય કરવા નું કહી મૃતક ની કાર માં ઘટનાસ્થળે લાવ્યો હતો અને ઘટના ને અંજો અને સંદીપ એ અંજામ આપ્યો હતો
ઉપરોક્ત કામે બીરલબેન દરજી સહિત ના તમામ આરોપી ને ગણતરી ના દિવસ માં પ્રથમ નજરે આત્મહત્યા નો બનાવ લાગતાં કેસ ની હત્યા નો ભેદ ઉકેલવામાં સાવલી પોલીસ ને સફળતા મળી હતી અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે જે બાબતે વડોદરા ગ્રામ્ય પોલીસ ના નાયબઅધિક્ષક એ પ્રેસકોંફરન્સ યોજી પ્રેસ મીડિયા ને માહિતી આપી હતી.