Vadodara
જેતપુરપાવી તાલુકાના ગંભીરપુરા ગામે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનાં હસ્તે આંગણવાડીનું ખાત મુહૂર્ત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારમાં વિકાસ થાય તે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટાભાગે ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો વસવાટ કરતા હોય છે જેના કારણે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં તમામ સવલતો મળી રહે તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ જેતપુરપાવી તાલુકાના ગંભીરપુરા ગામે છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે નાના ભૂલકાઓના અભ્યાસ માટે નંદ ઘર -આંગણવાડીના નવ નિર્મિત મકાન માટેનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી ગંભીરપુરા ગામમાં આંગણવાડી માટે સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયતના સરપંચ ડૉ.બીનાબેન રાઠવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે નવીન આંગણવાડી રૂ. ૭.૪૩ લાખનાં ખર્ચે મંજુર થતા આજરોજ ખાત મુર્હૂત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય મનીષાબેન ડી રાઠવા, તાલુકા સદસ્ય દીનાબેન ડી ઠાકોર, યુવા મોરચાનાં ઉપ પ્રમુખ બિપીનભાઈ રાઠવા, મહા મંત્રી પ્રવીણભાઈ રાઠવા, સરપંચ ડૉ.બીનાબેન એસ રાઠવા, આંગણવાડી બહેનો તાલુકા ભાજપના હોદેદારો સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.