Chhota Udepur
છોટાઉદેપુર તાલુકાના ગાઠીયા ગામ ખાતે દેશના વીર જવાનોને સમર્પિત વિવિધ કાર્યક્રમો યોજાયા

પ્રતિનીધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન”
છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી બાદ કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી, કલેકટર, ડીડીઓ, પ્રાયોજના અધિકારી, તાલુકા ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા, ડીએસપી, પક્ષના આગેવાનો, ગાઠીયા ગામના સરપંચ, ગામના આગેવાનો ગામમાં આવેલા આમૃત સરોવર પાસે વિવિઘ કાર્યક્રમમાં જોડાયા હતા. ભારત દેશના વિવિધ સુરક્ષા દળોમાં થયેલા વીર શહીદોને નમન સાથે અંજલિ અર્પણ કરીને ‘‘શિલાફલકમ’’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ‘‘શિલાફલકમ’’ના લોકાર્પણ બાદ ‘‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ અમૃત સરોવરની બાજુમાં ૭૫ જેટલા રોપાંઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરી બાદ ‘‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’’ લેવામાં આવી હતી. ગામજનોએ પ્રજ્વલિત દીપક સાથે સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ-શિક્ષકો અને ગામવાસીઓ હર્ષોલ્લાસ પૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.
અહી મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી આપણા દેશમાં વીરોની ભૂમિ છે આ ધરતીએ આઝાદી માટે શહીદી વહોરી છેઆ માટીનું ઋણ અને શહીદોનું ઋણ આપણે ચૂકવવાનું છે. આપણી વિશાળ લોકશાહી અને દેશની માટીમાં ખુબ શક્તિ છે, આ સમય આપણી માટી અને વીરોને વંદન કરવાનો છે. આપણી સનાતન સંસ્કૃતિ અને જંગલને બચાવવાનું કામ આદિવાસીઓએ કર્યું છે. આ માટી આપણને ખોરાક પૂરો પાડે છે, દેશની એકતા અખંડીતતા માટીમાં સમાયેલી છે. તમામ પ્રદેશની માટી છેક દિલ્હી સુધી જશે અને ત્યાં કર્તવ્યપથ પર અમૃત વન બનાવવામાં આવશે. આપણા વડાપ્રધાનનું સ્વપ્ન છે કે છેવાડાના માનવી સુધી પહોચવાના પ્રયત્નો કરવા છે. લાઈટ, પાણી, નાની મોટી સુવિધાઓ દરેક માણસ સુધી પહોચાડવાની મુહિમ છે. આમ જણાવી ઋષિકેશભાઇએ ઉમેર્યું હતું કે આ સુવિધાઓ આપના સુધી પહોચાડવામાં ખરેખરો યશ આ અધિકારીઓ, કર્મચારીઓ અને જીલ્લા વહીવટીતંત્રને જાય છે. છોટાઉદેપુર જીલ્લામાં ટુરીઝમ કેન્દ્ર બને તેવી સંભાવનાઓ છે જેથી આહિના લોકોને રોજગારી મળે, આપણું કર્તવ્ય એ છે કે આપણે દીકરા દીકરીઓને ભણાવવાની સાથે સંસ્કૃતિ બચાવવાનું છે, આપણે મારી માટી, મારો દેશ, મારું ગામ, મારું પાણી જેવા માંલીકીપનાનો ભાવ હોવો જોઈએ, આપણે વીજળી બચાવીને, કચરો એકઠો કરીને, વૃક્ષો વાવીને પણ રાષ્ટ્ર સેવા કરી શકીએ છીએ. આ નિમિતે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ પણ પોતાનું પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ સમારંભ બાદ મંત્રી છોટાઉદેપુરમાં વિવિધ પદાધિકારીઓની મુલાકાત કરીને છોટાઉદેપુરથી રવાના થયા હતા.