Panchmahal

ઘોઘંબા ખાતે ડેવલોપમેન્ટ સ્ટેટેજી અંતર્ગત ‘’ચિંતન શિબીર’’ યોજાઇ

Published

on

NITI Aayog દ્વારા વર્ષ:2018માં સમગ્ર દેશમાંથી ૧૧૨ જિલ્લાઓનો સમાવેશ કરી Aspirational Districts Programme (ADP) પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ જેમાં જોવા મળેલ સારા ૫રીણામોને લીઘે તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ માનનીય વડાપ્રઘાનના હસ્તે Aspirational Blocks Programme (ABP) ની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત દેશ ભરમાંથી ૫૦૦ બ્લોક્સ/તાલુકાની પસંદગી કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજયના ૧૦ જિલ્લાના ૧૩ બ્લોકસ/તાલુકાની પસંદગી કરવામાં આવેલ. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાનો ઘોઘંબા તાલુકો પસંદગી પામેલ છે.

નિતી આયોગ ઘ્વારા નકકી થયેલ ૩૯ માપદંડો ઘ્યાને લઇ ઘોઘંબા તાલુકાના માપદંડો મુજબના સુચકઆંકને રાજયની સરખામણીએ લઇ જવા માટેની બ્લોક ડેવલોપમેન્ટ સ્ટેટેજી બનાવવા,તા.૧૫/૦૯/૨૦૨૩ના રોજ તાલુકા પંચાયત કચેરી, ઘોઘંબા (બી.આર.જી.એફ.હોલ) ખાતે કલેકટર આશીષકુમારની અઘ્યક્ષતામાં ‘’ચિંતન શિબીર’’નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Advertisement

‘’ચિંતન શિબીર’’માં જિલ્લા આયોજન અઘિકારી પંચમહાલ ઘ્વારા ઉપસ્થિત તમામ અઘિકારીઓ, કર્મચારીઓને Aspirational Blocks Programme (ABP)ના ૩૯ માપદંડો વિશે માહિતીગાર કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કલેકટર, પંચમહાલ ઘ્વારા આરોગ્ય,પોષણ, શિક્ષણ, કૃષિ અને આનુષાંશિક સેવાઓ, મૂળભૂત માળખાગત સુવિધાઓ, પીવાનુાંપાણી, સ્વચ્છતા, નાણાકીય સર્વસમાંવેશ્કતા અને સામાજિક વિકાસ જેવા માપદંડો બાબતની સમજણ આપવામાં આવી. જેને અનુલક્ષીને વિભાગવાર તમામ સંબઘિત અઘિકારીઓએ તેઓના વિભાગને લગતા માપદંડોના આઘારે SWOT એનાલીસીસ પ્રોસેસ અંતર્ગત ગૃપ ચર્ચા વિચારણા કરી સ્થળ ૫ર જ બ્લોક ડેવલોપમેન્ટ સ્ટેટેજી માટેના પ્રેઝનટેશન રજુ કર્યા બાદ કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી.

Advertisement

Trending

Exit mobile version