Connect with us

Gujarat

કણબી પાલ્લી ખાતે બાળકોને પ્રફુલીત કરતો જિલ્લાકક્ષાનો ભૂલકામેળા કાર્યક્રમ યોજાયો

Published

on

(અવધ એક્સપ્રેસ ઘોઘંબા તા.૨૯)

કણબી પાલ્લી સ્વામિનારાયણ મંદિર ખાતે આઇ.સી.ડી.એસ મહિલા અને બાલ વિકાસ વિભાગ દ્વારા ભૂલકામેળા કાર્યક્રમ યોજાયો હતો. પંહામહાલ જિલ્લાના બાળકો કુપોષિત ના રહે એ અંગે યોજાયેલા કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં મોટી સંખ્યા માં આંગણવાડી બહેનો બાળકો સાથે આઇસીડીએસ ના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી. પ્રોગ્રામ ને યાદગાર બનાવ્યો હતો. બાળકો દ્વારા વિવિધ થીમ ઉપર આધારિત કૃતિઓએ ઉપસ્થિત મહેમાનોમાં આકર્ષણ નું કેન્દ્ર બની હતી. વિજેતા કૃતિઓને ટ્રોફી તથા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા

Advertisement

ઘોઘંબા તાલુકાનાં કણબી પાલ્લી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ભૂલકામેળાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં TLM નું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ PSE ઇન્સ્ટ્રકટર અને બાળકો દ્વારા વિવિધ થીમ આધારિત કૃતિઓ રજુ કરવામાં આવી હતી.જે ઉપસ્થિત મહેમાનો તથા બાળકોમાં આકર્ષણ કેન્દ્ર બની હતી. આંગણવાડીના નાના નાના ભૂલકાઓએ સાંસ્ક્રુતિક પ્રોગ્રામ ડાન્સ,ગરબા,વકતૃત્વ તેમજ બાળકોને બહારના ખોરાક થી થતાં નુકશાન અંગે કાલીઘેલી ભાષા માં નાટક રજૂ કરતાં હાજર મહેમાનોએ બાળકોને રોકડ ઇનામો આપી તેમનુ મનોબળ વધાર્યું હતું

પંહામહાલ જિલ્લાના બાળકો કુપોષિત ના રહે એ અંગે ખાસ ધ્યાન આપવા  કાર્યક્રમમાં અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત સૌને બાળકોના પોષણ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડીનો ખૂબ મહત્વનું યોગદાન છે અને કેવી રીતે સશકત અને સુપોષિત બાળકનું ઘડતર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા TLM નું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ PSE ઇન્સ્ટ્રકટર અને બાળકો દ્વારા વિવિધ થીમ આધારિત કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તેમજ TLMની સારી કામગીરી કરનાર ૦૫ કાર્યકરોને  સન્માનિત કરાયાં હતાં તેમજ કાર્યક્રમમાં હાજર તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી કાર્યકરો દ્વારા વેસ્ટ માથી બેસ્ટ અલગ અલગ થીમ ની કૃતિ તૈયાર કરનાર ને ઈનામો આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે ગોધરા ઘટક-2  બોડીદ્રા ની પૃથ્વી અને સૃષ્ટિ ઉપર આધારિત કૃતિ બીજા ક્રમે હાલોલ ઘટક-2 શિવરાજપૂર ત્રીજા ક્રમે હાલોલ ઘટક 1 હાલોલ ચોથા ક્રમે ઘોઘંબા ઘટક-1 ભાણપુરા અને પાંચમા ક્રમે કાલોલ ઘટક-2 દેલોલ ને ટ્રોફી થતાં સન્માનપત્ર એનાયત કરાયા હતા. ઘોઘંબા આઇ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ. કોમલ બહેન રબારી તથા પ્રોગ્રામ ઓફિસર    દ્વારા આજના સફળ કાર્યક્રમ બદલ પ્રસંશાને પાત્ર બન્યા બન્યા હતા

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, આઇસીડીએસ ચેરમેન, પ્રોગ્રામ ઓફિસર, ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી એસ.એમ. કોલચા તેમજ આઈસીડીએસના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!