Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર જીલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે

Published

on

At Police Parade Ground Khutalia of Chotaudepur District

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

  • ચાંચરના ચોકથી યુનેસ્કોના મથક સુધી ગુજરાતના ગરબા પહોચ્યા

નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય, તેવા શુભ આશયથી ‘ગુજરાતના ગરબા”ની ઉજવણી કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાયો હતો. ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે તેમજ આ યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણીને, ગુજરાત સરકારના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ આ સીમા-ચિન્હ ઉપલબ્ધિને ઉજવવા માટે ‘ગરબા’ ઈવેન્ટ’ નું આયોજન જીલ્લા કક્ષાએ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જીલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે ‘ગરબા ઓફ ગુજરાત’ની જીતને જશ્ન તરીકે ઉજવી આપણા પારમ્પરિક અને સામુદાયિક નૃત્ય સ્વરૂપને સીમા ચિન્હ ઉપલબ્ધિ મળવા બદલ સૌ કોઈ ગરબાના તાલે ઝૂમ્યા હતા.

આ આયોજન જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર દ્વારા ગોઠવવામાં આવ્યું હતું. યુનેસ્કો દ્વારા બોત્સવાનામાં આ ઘોષણા ૬ ડીસેમ્બરના રોજ બપોરે ૩ વાગે કરવામાં આવી હતી અને ત્યાં ગરબા શું છે તે અંગેની એક ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી હતી. આ તમામ પ્રસારણનો વિડીયો અહીં છોટાઉદેપુરના નગરજનોને સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યો હતો.

Advertisement

At Police Parade Ground Khutalia of Chotaudepur District

સમગ્ર ગુજરાત રાજ્ય માટે આ એક સિદ્ધિ હોઈ તેની ઉજવણી કરવા માટે વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ અધીક્ષક ઈમ્તિયાઝ શેખ, યુવા વિકાસ અધિકારી દીપિકા રાણા, શૈલેશ ચૌધરી, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રો.શંકરભાઈ, સંગઠન પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તેમજ અન્ય પદાધિકારીઓ અને કર્મચારીઓ આ ઉત્સવમાં જોડાયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગરબા પ્રેમી જનતા, ખૈલેયાઓ, પોલીસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓએ ગરબા લઈ ઉજવણીને વધાવી લીધી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે માં અંબાનો જય જયકાર વિશ્વ ફલક સુધી પહોચ્યો છે, એ જ જગદંબા આપણી ભારત માતા છે, એ જ આપણી નવચંડીની શક્તિ છે આપણા ભારતીયો તરીકે અને ગુજરાતી તરીકે આપણું ગૌરવ ખુબ વધ્યું છે.

Advertisement
error: Content is protected !!