Ahmedabad

સ્વામિનારાયણ મંદિરમાં, ઘનશ્યામ મહારાજ ૧૦૫ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવે યોજાયા અધ્યાત્મસભર કાર્યક્રમો

Published

on

કડી એટલે ગુજરાતનું કાશી. કડી સોનાની દડી. કિલ્લા કડી, કસ્બે કડી, કંડવડી, કવડી-કડી, સુલતાનાબાદ, રસૂલનગર એવા વિવિધ નામ ધરી કડીનો એક રંગીન અને યુગો જૂનો પ્રાચીન સાંસ્કૃતિક આગવો વારસો છે. કડીની ધાર્મિક અને આધ્યાત્મિક અસ્મિતા પણ અદ્ભુત છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર, કડી અનેક મુમુક્ષુઓના શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સ્થાન છે. કડીની ધરા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના દ્વિતીય વારસદાર એવા અજોડમૂર્તિ સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીબાપા તથા નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા તથા સદ્ગુરુ શ્રી વૃન્દાવનદાસજી સ્વામી તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પુનિત પદાર્પણથી પવિત્ર થયેલી પાવન ધરા છે .

Advertisement

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ૧૦૫ મા વાર્ષિક પાટોત્સવે શ્રી ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક, અન્નકૂટોત્સવ તથા નિરાજન પણ કરવામાં આવી હતી.

આ પાવનકારી પ્રસંગે પરમ પૂજય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે,
શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક કરેલા પંચામૃતનો પ્રસાદ જે જે કોઈ લેશે; એ બધા જ જીવનું આલોકનું શ્રી ઘનશ્યામ મહારાજ સારું કરશે અને ટાણું આવે સહુને પોતાની મૂર્તિના સુખે સુખિયા પણ કરશે, કરશે અને કરશે જ. વળી, જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન છે. ભગવાનનું ભજન એ તો પરલોકનું ભાથું છે. જે શાશ્વત શાંતિને આપનારું છે. આ લોકની સંપત્તિ અહીં જ રહેવાની. પરંતુ જેટલું ભગવાનનું ભજન, સ્મરણ કર્યું હશે તે જ સાથે આવાનું છે. મંદિરે રોજ ભગવાનનાં દર્શન કરવા માટે હાકલ કરી હતી.

Advertisement

કોઈ મુમુક્ષુ જાણે કે અજાણે આ મંદિરનાં પગથિયાં ચઢશે તથા ભગવાનનાં દર્શન કરશે તેની માટે અક્ષરધામના દ્વાર ખુલ્લા થશે એટલે કે એ જીવનું આત્યંતિક કલ્યાણ થશે.વળી, જે મુમુક્ષુએ આજે શ્રી ઘનશ્યામ મહારાજના અભિષેકના દર્શન કર્યા તે જીવનો પણ આત્યંતિક મોક્ષ થશે, થશે અને થશે જ. જે મુમુક્ષુ શ્રી ઘનશ્યામ મહારાજનાં અભિષેકનાં દર્શનનું મનન, ચિંતન કરશે તેના પર ભગવાનનો બેઠો રાજીપો. મંદિરમાં ભગવાનનાં દર્શન, ભજન, સ્મરણ, કથા વાર્તા, ધૂન કરવાથી જીવાત્મામાં બળ આવે છે. જીવમાં બળ આવવાથી ભગવાનનું અખંડ અનુસંધાન રહે છે અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે ને જીવનમાં બેઠો આનંદની પ્રાપ્તિ થાય છે. તથા ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દૃઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.

Advertisement

Trending

Exit mobile version