Gujarat
એક સાથે બબ્બે ભત્રીજાઓના પ્રેમમાં પડેલી કાકી એ પ્રેમી સાથે મળી સગા ભત્રીજાની હત્યા કરી

ઘોઘંબા તાલુકાના શનીયાડા ગામે કાકીએ એકસાથે બબ્બે ભત્રીજાઓ સાથે પ્રેમ સંબંધ બાંધી સંબંધોને લાંછન તો લગાડી સાથે સાથે એકને પામવા બીજા ભત્રીજાની તિષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી તદુપરાંત લાશને કુવામાં નાખી હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ આરોપીને જેલ ભેગા કર્યા હતા.
જળ જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું 21મી સદી કળિયુગ છે તેના પુરાવા ધરતી ઉપર ઘટતી અકલ્પનીય ઘટના આપી રહ્યું છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વણઝારા ફળિયામાં રહેતી કાજલ ને પોતાના સગા ભત્રીજા સંજય અને ફળિયાના સંબંધ રીતે અન્ય એક ભત્રીજા વિનોદ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. કાકી બંને ભત્રીજાઓ સાથે સંબંધો રાખી બંને પ્રેમીઓને સાવચવતી હતી પરંતુ કાજલને સગા ભત્રીજા કરતા ફળિયાના ભત્રીજા સાથે ગાઢ પ્રેમ હોય બંને અગાઉ ભાગી ગયા હતા તેમને સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરી સમજાવીને પરત લાવ્યા હતા. ભાગી ગયેલા પ્રેમીઓને પરત લાવવામાં સંજયનો મહત્વનો ફાળો હોય એક ફૂલ દો માલીની જેમ રહેતા પ્રેમીઓમાં સંજય કાંટો બની ગયો હતો જેથી કાકી અને બંને ભત્રીજાઓ વચ્ચે તકરાર થતી હતી તેથી કાજલ અને વિનોદે સંજયનો કાંટો કાઢવા માટે કાવતરું રચ્યું અને સંજયને ઘરે બોલાવ્યો હતો.
ત્યારબાદ પૂર્વ આયોજન કર્યા મુજબ બંને પ્રેમીઓએ મળી સંજય ઉપર તિષ્ણ હથિયાના ઘા મોઢા, માથા, કપાળ, નાક, ગળા અને શરીરના અન્ય ભાગો ઉપર મારી હત્યા કરી હતી ત્યારબાદ હત્યાને આત્મહત્યામાં કપાવવા માટે મૃતદેહ કૂવામાં નાખી સંજય કુવામાં પડી મૃત્યુ પામ્યો હોમાની વાત ઉપજાવી હતી પરંતુ દામાવાવ પોલીસ સ્ટેશન પીએસઆઇ તથા નાયબ પોલીસ અધિક્ષકની ઝીણવટ ભરી તપાસથી હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે ગણતરીના કલાકો માંજ આરોપી કાજલ વણઝારા અને વિનોદ વણઝારાને ઝડપી પાડી જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી