Panchmahal
માંડવા મુહર્ત સમયે પવન આવ્યો અને મંડપ ઊડી ગયો

(ગોકુળ પંચાલ દ્વારા)
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બોરીયા ફળિયામાં પવન ભુકાતા લગ્ન માટે બાંધવામાં આવેલો મંડપ ઊડી ગયો ઘોઘંબા તાલુકાના પાલ્લા પાસે આવેલ બોરીયા ફળિયામાં રહેતા રાઠવા સરતાન ભાઈના ઘરે દીકરીના લગ્ન હોય ઘરના આંગણામાં ભવ્ય મંડળ બાંધ્યો હતો દીકરીના લગ્નમાં કોઈ જ કમી ન રહે તે માટે મંડપને અવનવા ડેકોરેશનથી સજાવ્વા માં આવ્યો હતો પરંતુ આજ રોજ વાતાવરણમાં પલટો આવતા આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે ઘર આંગણે બાંધેલા મંડપમાં હવા ભરાતા મંડપ ઊડી ગયો હતો.
એક સમયે મંડપ ઉડતા અફરાતફરી સર્જાઇ હતી પવનના કારણે મંડપ તથા ડેકોરેશનને મોટું નુકસાન થયું હતું જ્યારે લગ્ન વાળા ઘરે આ બનાવ થી તમામ વિધી મોડા સરુ કરવામાં આવી હતી.