Vadodara
વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીએ જૈન સમાજ સાથે શુભેચ્છા મુલાકાત લીધી

વડોદરા એરપોર્ટ ખાતે મહાવીર જયંતીના સંદર્ભે મુખ્યમંત્રીએ વડોદરાના જૈન સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ જૈન સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીને મહાવીર જયંતીના શુભ અવસર પર મીઠાઈ અર્પણ કરી હતી.મહાવીર જયંતિ એ સમગ્ર વિશ્વમાં અને મુખ્યત્વે ભારતમાં જૈનો માટે સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ઉજવણીઓમાંની એક છે. “અમારી મુખ્યમંત્રી સાથેની મુલાકાત એ તેમને મહાવીર જયંતિના અવસરે મીઠાઈ આપીને શુભેચ્છાઓ પાઠવવાની હતી. અમે એમને ઉજવણીની વિગતો દરેક આપી, જેમાં વડોદરાના લોકોને ૧.૫૦ લાખ લાડુઓનું વિતરણ કરવાથી લઈને અમે જૈન ધર્મની ફિલસૂફી અને અમારી યોજના વિશે પણ ચર્ચા કરી હતી. ભવિષ્યમાં શાળા અને કોલેજ શરૂ કરવા માટે તેમજ અહિંસાના મહત્વ અંગેની વાત કરી હતી અને મુખ્યમંત્રીએ અમને પૂરા દિલથી સમર્થન આપ્યું છે.” – એમ જૈન યુવક મહાસંઘ વડોદરાના અધ્યક્ષ ભાવેશ લોડાયાએ જણાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર નિલેશ રાઠોડ, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ, કેયુર રોકડિયા, ચૈતન્ય દેસાઈ, ડો. વિજય શાહ, કલેક્ટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મુખ્યમંત્રી નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, પોલીસ કમિશનર શમશેર સિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
* જૈન સમાજને મહાવીર જયંતી નિમિતે મુખ્યમંત્રી તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી