Panchmahal
ઘોઘંબામાં વૈજનાથ મંદિરે ભોલેનાથ ના દર્શને ઘોડાપૂર ઉમટ્યું.
(અવધ એક્સપ્રેસ)
ઘોઘંબા ગામમાં આવેલ ભોળાનાથ વૈજનાથ મહાદેવ મંદિરનુ ઐતિહાસિક આલેખન ઈતિહાસના પાને લખાયું છે. જ્યાં દર વર્ષે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથની ઘોઘંબા નગરમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રા નીકળે છે. આ વર્ષે પણ ઘોઘંબાના યુવાનો, મિત્રો અને વડીલો દ્વારા સુંદર આયોજન કરી અને ત્રણ જેટલી બગીઓમાં ભગવાન મહાદેવજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતી સાથો સાથ ડી.જે.સાથે સંગીતમાં સૂરો ભગવાન મહાદેવજીના ભજન-ધૂન અને કીર્તનોએ રમઝટ જમાવી હતી. અને મંદિરમાં ઘીમાંથી કમળ બનાવીને હજારો ભાવિક ભકતો તેમનાં દર્શનકર્યા,તથા ભગવાન ભોળાનાથના આશીર્વાદમેળવ્યા હતા . ભકતો માટે આ સ્થળે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું .
આજના ધાર્મિક પર્વમાં નાલંદા વિદ્યાલય ઘોઘંબાના વિદ્યાર્થીઓ દ્વારા શિવજી પરિવારના જુદા જુદા પાત્રોની વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું અને સાથે ભગવાન શ્રીરામના પરિવારના સભ્યોની વેશભૂષા ધારણ કરી ધાર્મિક વાતાવરણને જીવંત બનાવ્યું હતું.
કુદરતી સૌંદર્યમાં બિરાજમાન ભોળાનાથની પૂજા-અર્ચના અને ધાર્મિક ભાવના વચ્ચે સર્વે ભક્તજનોમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળીના તહેવારોની શરૂઆત મહાશિવરાત્રિથી થતી હોય છે ત્યારે, ઘોઘંબા તાલુકાના આદિવાસી વિસ્તારમાં પરંપરાગત મેળાઓનું આયોજન પણ અહીં વૈજનાથ મંદિરેથી થતું હોય છે. લોકમેળામાં આસપાસના તમામ નાના મોટા અને વૃદ્ધ વડીલો મનોરંજન માણે છે.
- નાલંદા વિદ્યાલય ઘોઘંબાના વિદ્યાર્થીઓ દ્વારા શિવજી પરિવારના જુદા જુદા પાત્રોની વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું
- વૈજનાથ મહાદેવ મંદિરનુ ઐતિહાસિક આલેખન ઈતિહાસના પાને ઉજાગર છે
- વૈજનાથ મહાદેવ નું શિવલીંગ કેદારનાથ ના શિવલીંગ જેવો આકાર છે
- સૂર્યોદય અને સૂર્યાસ્ત ના કિરણો શિવલીંગ ઉપર અભિભૂત કરેછે