Vadodara
વડોદરા ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાએ સંકલ્પભૂમિ સ્મારકની કામગીરીની કરી સમીક્ષા
સંકલ્પ ભૂમિ સ્મારકના તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામા પૂર્ણ કરવા તાકીદ કરતાં મંત્રી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ સરકીટ હાઉસ વડોદરા ખાતે સંકલ્પભૂમિ સ્મારકના પ્રગતિ હેઠળના કામોની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક રચિત રાજ, મેયર પીન્કીબેન સોની, ધારાસભ્ય ચૈતન્યભાઇ દેસાઇ, જિલ્લા કલેકટર બીજલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી ભાનુબેન બાબરીયાએ વડોદરા ખાતે નવ નિર્માણ પામનાર ” ડો. બી.આર.આંબેડકર મેમોરીયલમાં સ્ટ્રકચરલ ડીઝાઇન સહિત પ્રગતિ હેઠળના હાથ ધરાયેલ તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામા પૂર્ણ કરવાની તાકદી કરી હતી. ડો.બાબા સાહેબ આંબેડકરનુ જીવન ચરિત્ર લોકો જાણી શકે તે રીતનું તસવીરી પ્રદર્શન લોકો નિહાળી શકે તેવું આયોજન સંકલ્પ ભૂમિ સ્મારકમાં કરવામાં આવી રહ્યું છે. તેમણે સમયમર્યાદામાં પ્રગતિલક્ષી કામો પૂર્ણ થાય તે દિશાના પ્રયાસો હાથ ધરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
બેઠક બાદ મંત્રી તથા અધિકારીઓએ સંકલ્પભૂમિ સ્મારકની મુલાકાત લીધી હતી. સંકલ્પભૂમિ સ્મારકના ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપવમાં આવ્યું હતું.
આ બેઠકમાં વડોદરા તજજ્ઞ સમિતિના સભ્યઓ, આર્કિટેક, માર્ગ અને મકાનના કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.