Editorial

અતિત ના પડછાયા- હું હિરણ્ય કશ્યપના રોલમાં છું. મારા પિતાને વિતાડવામાં મેં કઈ બાકી નથી રાખ્યું.

Published

on

મિત્રો કદાચ જ એવી કોઈ વ્યક્તિ હશે કે જે ભક્ત પ્રહલાદ ને નહીં ઓળખતો હોય ભક્ત પ્રહલાદ ના નામ ઉપરથી અને તેની બહેનના નામ પરથી આપને હોળીનો તહેવાર મનાવે છે પરંતુ તેના પિતા હિરણ્યકશિપુ જે ભગવાનના ભક્ત પ્રહલાદ ને ખૂબ જ વિતાડતો હતો.

મિત્રો મારા કિસ્સામાં મારા પિતા પ્રહલાદ ના રોલમાં છે અને હું હિરણ્ય કશ્યપના રોલમાં છું. મારા પિતાને વિતાડવામાં મેં કઈ બાકી નથી રાખ્યું. પરંતુ તે સદા માટે મને મદદ કરતા જોયા કોઈ પણ તહેવારો હોય મને તેઓ પૂરી દિવાળી અને હોળી જેવા મોટા તહેવારોમાં પણ તે મને પૈસાની ખૂબ મદદ કરતા મારા માટે પોતાના પ્રાણથી પણ વધારે વહાલા એવા અડાદરા ખાતે આવેલું મકાન અને ધોધંબાનું મેન બજાર નું મકાન મને પૈસા આપવા માટે મારું દેવું ચૂકવવા માટે મારા પિતાશ્રી એવેચી દીધા અને મારું દેવું પૂરું કર્યું તેઓ ગમે તેટલો ગુસ્સો કરે પરંતુ તેમના દિલમાં પોતાના પુત્ર માટે પ્રેમ ખૂબ જ હતો એવા મારા પિતા ગોવિંદલાલ કેશવલાલ શાહ કે જેઓનું ખરી નોટ બંધી ની અંદર દુઃખદ અવસાન થયું.28/12/1996 ની એ અંધારી રાત મારા માટે અભિશાપ બની ગઈ હતી વહેલી સવારે મારા ખોળામાં માથું મૂકીને તેમને દેહનો ત્યાગ કર્યો

Advertisement

મિત્ર મારા પિતાજી મારા માટે ઢાલ હતા. નાર્કોટિક્સના કેસમાં 70 વર્ષની ઉંમરે પણ તેમને એટલી બધી દોડધામ કરી કે મને છેલ્લે જેલમાંથી મુક્ત કરાયો બાકી આજે મારા પિતાશ્રી ના હોત તો કદાચ મારુ અસ્તિત્વ ના હોત. મારા પિતાની એવી છાપ હતી કે કોઈપણ લોકો મારું નામ દેતા પણ ડરતા હતા. ખરેખર ચાણક્ય બુદ્ધિ ધરાવતા મારા પિતાજી દુરણ દેશી પણ હતા જેવો આગળનો ખૂબ વિચારતા તેમની જીવતે જીવત એક જ ઈચ્છા હતી કે મારો પુત્ર રાગે પડી જાય પરંતુ દુઃખની વાત એ છે કે મને ભાન પણ આવ્યું તો તેમના ગયા પછી પણ હા મર્યા પછી પણ જાણે તેમને ચેન નહોતું પડતું તેઓ મર્યા પછી પણ મારી મદદ કરતા રહ્યા મર્યા પછી પણ તેમને મારી દરેક ઈચ્છાઓ પૂરી કરી કઈ રીતે તે તો મને પણ ખબર નથી

અદ્રશ્ય રૂપે તેઓ સદા મારી હાજરા હજુર રહેતા તેમના આશીર્વાદથી મારો ધંધો દિવસે ના વધે તે તો રાતે વધવા લાગ્યો ધંધો ચાલવા લાગ્યો તેમના આશીર્વાદથી મારો તરુણ પણ ખૂબ જ આગળ વધી ગયો તેમનો જીવ મારા પુત્રના પુત્ર ઉપર પણ હતો તરુણ તો જાણે તેમના કાળજા નો ટુકડો હતો બિલકુલ તેના દાદા ઉપર પડ્યો હતો. ના કોઈ વ્યસન કે ના કોઈ ખોટી સોબત બસ કમાવાની ધગશ અને જેથી કરીને આજે તે બોમ્બેમાં વેલ્સેટ થઈ ગયો છે. ખૂબ જ સારી અને સંસ્કારી પત્ની પણ મળી છે આ બધું ગોવિંદ કેશવના આશીર્વાદથી થયું છે આજે જ્યારે શ્રાદ્ધ ચાલી રહ્યું છે ત્યારે દશમ નું શ્રાદ્ધ મારા પિતાજીનું છે ત્યારે તેઓ તો અમારી વચ્ચે આજે પણ ગયા નથી તેમના આશીર્વાદ અને તેમની હાજરી સદા અમારી સાથે છે મારો જે દુઃખનો સૂરજ હતો તે તો હવે ડૂબી ગયો છે મારો એક પુત્ર તરુણ ખૂબ જ આગળ વધી ગયો છે જ્યારે નાનો પુત્ર રીતીક પણ જવાનીમાં કદમ રાખી ચૂક્યો છે ત્યારે ભગવાને મને હવે પાછલી જિંદગીમાં ખૂબ જ સુખ આપી દીધું છે મારું પરિવાર એ મારો જીવ છે કેટલાક લોકો મારા સુખી સંસારમાં આગ લગાડવાની કોશિશ કરી ચૂક્યા છે પરંતુ ગોવિંદ કેશવ આજે પણ બુરી નજરથી અમને બચાવી રહ્યા છે ત્યારે ભગવાનને હું એક જ પ્રાર્થના કરું છું કે ભગવાન જો મેં સાચા મનથી તમારી સેવા કરી છે તો મને દરેક જન્મમાં મારા પપ્પા મને મળતા રહે મારા પિતા એ જીવનમાં જે પણ તકલીફો વેઠી છે તે આજ સુધી કદાચ કોઈએ નહીં વેઠી હોય ત્યારે ગળા સુધી ખાતરી છે કે ભગવાન વિષ્ણુ જાતે મારા પિતાજીને લેવા આવ્યા હશે અને વિષ્ણુ લોકમાં લઈ ગયા હશે કેમકે મારા પિતા જિંદગીમાં કોઇનું ખોટું નથી કર્યું અને ભોળપણમાં પોતાની પાસે જે હતું તે પણ બધું પોતાના ભાઈ બહેનોને આપી દીધું છે

Advertisement

મારા પિતા ફક્ત આજીવન લોકો માટે જ જીવ્યા છે અને તેમનું ભોળપણ મારામાં પણ ભરેલું છે ત્યારે આજે પણ હું એટલું તો કહીશ કે ભોળા નો ભગવાન હોય છે આજીવન જીવ્યા ત્યાં સુધી તેઓ દર સોમવારે ભોલેનાથ ને મળવા મહાદેવ તો જતા જ ભલે રાતે બે કેમ નથી વાગતા પરંતુ ભોળાનાથને તેઓ ભૂલ્યા નથી તો હું કઈ રીતે ભુલુ મારા પિતા મારા માટે ભગવાન હતા અને ભગવાન છે તેમના આશીર્વાદ હતા તો જ આજે હું જીવતો છું અને ખરેખર મા બાપ નું જે હૃદય થારે છે તેઓ જિંદગીમાં ક્યારેય દુઃખી નથી થતા તે તાંબાના પત્તરા ઉપર હું લખી આપું છું

Advertisement

Trending

Exit mobile version