Chhota Udepur

વેરા વશૂલાત માટે ગયેલા મહિલા તલાટી ઉપર હુમલો

Published

on

સંતરામપુર તાલુકાના બેણદા ગ્રામ પંચાયત ની મહિલા તલાટી કમમંત્રી પોતાના સેજાના બેણદા ગામે સરકારી ફરજ દરમિયાન ‘ ઘર વેરા ‘ વસુલાત માટે ગયા તે દરમિયાન મહિલા તલાટી ઉપર હુમલો
સંતરામપુર તાલુકાના બેણદા ગ્રામ પંચાયત ની મહિલા તલાટી કમમંત્રી પોતાના સેજાના બેણદા ગામે સરકારી ફરજ દરમિયાન ‘ઘર’ વેરા વસુલાત માટે ગયા હતા ત્યારે બેણદા ગામના જ એક ઇસમે મહિલા તલાટી ને માર મારમાર્યો હતો અને ઘર વેરા રજીસ્ટર પહોંચો સહિત સરકારી દફતર મહીલા તલાટી પાસેથી ઝુંટવી લઈ ફેંકી દઇ જીભાજોડી કરી … હું ગામનો સરપંચ બનવાનો છું જોતું ફરી કામગીરી માટે આવીસ તો તને જાનથી મારી નાખીશ ની ધમકી આપતા મહીલા તલાટીએ સંતરામપુર પોલીસને ફરિયાદ આપતા કાયદેસરનો ગુનો નોધયો હતો. બેણદા ગામના અરવિંદ હેમાભાઇ ગરોડ નાએ ગઈકાલે બેણદા સેજાના મહિલા તલાટી કમમંત્રી હર્ષાબેન સુરેશભાઈ ભેદી રહેવાસી મોટી ભૂગેડી નાઓ સંતરામપુર તાલુકાના બેણદા ગ્રામ પંચાયત ના સેજા ના ગામ બેણદા ખાતે ગ્રામ પંચાયતના ઓપરેટર ને સાથે લઈને સરકારી દફતર લઈને ઘર વેરા વસુલાતની સરકારી કામગીરી કરી રયા હતા ત્યારે અરવિંદ નામનો આરોપી રહેવાસી બેણદા ગામ નાઓએ સરકારી કામગીરી કરતા મહિલા તલાટી ને રોકીને ગાળા ગાળી કરી ઉસ્કરાઈ જઈને મહિલા તલાટી હર્ષાબેન ને માર માર્યો હતો

અને તેઓ પાસેથી સરકારી દફતર ઘર વેરા રજીસ્ટર અને પહોંચો જૂટવી લઈ ફેંકી દીધી હતી અને કહેતો હતો કે હું આગામી ચૂંટણીમાં ચૂંટાઈને સરપંચ બનવાનો છું જો તું ફરી ઘર વેરાની કે કોઈપણ કામગીરી કરવા મારા ગામમા આવીશ તો હું તને જાનથી મારી નાખીશ આ દરમિયાન ઘર વેરો ભરવા આવેલ ગામના કેટલાક લોકો અને ગ્રામ પંચાયતના ઓપરેટરે મહિલા તલાટી ને માંડ માંડ બચાવી સંતરામપુર તાલુકા પંચાયત ખાતે લઈ ગયા હતા આ ઘટનાની જાણ સંતરામપુર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. ભરવાડ ને કરતા તેઓએ પોલીસનો સંપર્ક કરી મહિલા તલાટી પાસે ઉપરોક્ત ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.  ગ્રામ પંચાયતોમા થતો ભ્રષ્ટાચાર ના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે સરપંચોની સાઠ-ગાઠ ના કારણે લોકો નો લાભનો બારો વહીવટ થઈ જતો હોવાના કારણે પણ આવી ઘટનાઓ બને છે જેનો ભોગ સરકારી કર્મચારીઓ બને છે બેણદા ગ્રામ પંચાયતમાં પણ આવી જ ચર્ચાઓ થાય છે સંતરામપુર તાલુકાના ગામડાઓ માં કેટલાક માથા ભારે તત્વો સરકારી કામગીરી કરતા કર્મચારીઓ સાથે તેમજ વિકાસના કામોમાં હસ્તક્ષેપ કરીને નાણા પડાવાનો કીમીઓ કરતા હોય છે જેથી પોલીસે આવા તત્વો સામે તપાસ કરી કાયદેસરના પગલા લેવાય તેવી કર્મચારીઓની માંગ જોવાય છે.

Advertisement

(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર).

Advertisement

Trending

Exit mobile version