Gujarat
ઘોઘંબામાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓનો ઘસારો
(અવધ એક્સપ્રેસ દ્વારા ઘોઘંબા)
ઘોઘંબા તાલુકામાં દસમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શાળાના પટાગણમાં યોજવામાં આવ્યો હતો જેમાં 59 ગામોના અસંખ્ય લાભાર્થીઓએ સેવાનો લાભ લીધો હતો ગુજરાત સરકાર દ્વારા લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણની ગતિને વધુ પારદર્શક બનાવવા અને વેગવંતી બનાવવા રાજ્ય વ્યાપી 10 માં સેવા સેતુ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ઘોઘંબા તાલુકાના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ઘોઘંબા મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી એસ.એમ કોલચા, તાલુકા પ્રમુખ હેમંત રાઠવા, ઘોઘંબા સરપંચ નિલેશભાઈ વરિયા, icds સીડીપીઓ માંથી કોમલબેન રબારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઘોઘંબા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વસ્તા લોકોને કચેરીઓના ધક્કા ખાવાના પડે અને તેમને તમામ પ્રકારના દાખલા તેમજ અન્યકામો જેવાકે રેશનકાર્ડ, આધારકાર્ડ જેવા મહત્વ પુરાવાઓ એક જ જગ્યા ઉપર અને તાત્કાલિક મળી રહે તે માટે ગુજરાત સરકારનું એક સરાહનીય પગલું સેવા સેતુના માધ્યમથી ભરવામાં આવ્યું છે સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ ,વન વિભાગ, આઈસીડીએસ ના અધિકારીઓ તેમજ અન્ય વિભાગ ના અધિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહી લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજના સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. 59 ગામોમાંથી અંદાજિત 1200 થી પણ વધુ લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો