Gujarat
પ્રામાણિકતા અને વફાદારીના પર્યાય બનેલા અતુલ ભાઈ મોદી વયનિવૃત
(અવધ એક્સપ્રેસ દ્વારા)
સરકારી નોકરીઓમાં ધણી વખત ધણા બધા લોકો સાથે કોઈ ને કોઈ બાબતે કર્મચારીઓ ને માથાકુટ થતી હોય છે ત્યારે કેટલાક કર્મચારીઓ પોતાના સ્વભાવ અને કાર્યશૈલી ને કારણે લોકોમાં ખુબજ લોકપ્રિય બની જતા હોય છે.આવા જ એક કર્મચારી કે જે છેલ્લા ચાલીસ વર્ષથી એકધારી વડોદરા ગુજરાત ગ્રામીણ બેંક માં ફરજ બજાવતા આજરોજ તેમનો નિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સાથી કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈ પુષ્પગુચ્છ અર્પણ કરી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
મુળ ગોધરા ખાતે રહેતા અતુલ ભાઈ મોદી ના પુત્ર અને પુત્ર વધુ બન્ને હાલ ગોધરા ખાતે ખ્યાતિપ્રાપ્ત ડોક્ટરો છે.આજ થી ચાલીસ વર્ષ પહેલાં પોતે જયારે ગ્રામીણ બેંક માં ફરજ પર હાજર થયા ત્યારે બેન્ક નું આધુનિકરણ બીલકુલ નહોતું.ત્યાર પછી ગ્રામીણ બેંક માં થી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક થયું ત્યાર પછી પંચમહાલ ગુજરાત ગ્રામીણ બેંક થયું.આમ જવાની ના ચાલીસ વર્ષ એકધારા પ્રામાણિકતા અને વફાદારી પૂર્વક કામ કરતા રહી બેન્ક મા સેવા આપી પોતાના સ્વભાવ થી ચારેતરફ નામના મેળવનાર અતુલ ભાઈ મોદી એ પોતાની જાતને સમર્પિત કરી આ બેન્કમાં પોતાની કારકિર્દી ના ચાલીસ વર્ષ પુરા કરવા ઉપર આજરોજ બેન્ક ના કર્મચારીઓ દ્વારા અને ગામ લોકો દ્વારા અતુલ ભાઈ મોદી નું શાલ ઓઢાડીને અને ફુલહારથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભાવભીની આંખે વિદાય આપી હતી