Chhota Udepur
અવધ એક્સપ્રેસ ના અહેવાલની અસર ભિલપુર સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો રદ્દ
(પ્રતિનિધિ, કાજર બારીયા અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર તાલુકામા ભિલપુર ખાતે રેશનિગ દુકાનો આવેલી છે. જે દુકાનમાંથી સસ્તા દરે ગરીબોને રેશન કાર્ડનું અનાજ મળે છે. ભિલપુર ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી સંચાલક ભિલપુર ના રેશનકાર્ડ ગ્રાહકોને અનાજ ઓછું અને પૂરું આપતો ન હોય. જેને લઈ ભિલપુર ના રેશનકાર્ડ ગ્રાહકોએ દુકાન સંચાલકનો વિડીઓ વાઇરલ કર્યો હતો.
અને પુરવઠા વિભાગને જાણ કરાઈ હતી. ત્યારબાદ પુરવઠા વિભાગ આ દુકાનમા તપાસ હાથ ધરેલ હતી. જેમાં દુકાન સંચાલકની ગેરરીતિ જણાઈ આવેલ હતી. છોટાઉદેપુર પુરવઠા વિભાગ પણ આ બાબતે ગંભીર નોંધ લીધી હતી.
પુરવઠા વિભાગના તપાસ રિપોર્ટના આધારે તેમજ સંચાલકે જે વ્યાજબી ભાવની દુકાનના નિયમો હોય તેનું પાલન કરેલ ન હતું.
આખરે દુકાનનો પરવાનો ૯૦ દિવસ માટે રદ કરાયો છે. અનાજનો જથ્થો જે ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને મળ્યો નથી અને ઓછો મળ્યો છે. તેને આપવામાં આવશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરતા ગેરરીતિ થતી હોવાનું માલુમ પડ્યું હતું ત્યાર બાદ પુરવઠા વિભાગ દ્વારા દુકાનનું લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સવાલ એ ઉઠે છે કે આ ખુલ્લે આમ ચાલતી અનાજ ચોરી માટે જવાબદાર કોણ? અનાજ માફીઆઓ આટલા બેફામ કોની રહેમ નજર હેઠળ? શું આવી જ રીતે ગરીબ લોકોના અનાજની કાળાબજારી કરવામાં આવશે?
હજુ જીલ્લામાં ઘણી બધી દુકાનો છે જેની અસંખ્ય ફરિયાદો લોકો અવધ એક્સપ્રેસ ના હેલ્પલીને નંબર ઉપર કરી રહ્યા છે આગામી સમય માં આ તમામ દુકાનોને પણ ખુલ્લી પાડવામાં આવસે