Chhota Udepur
કદવાલ પોલીસ સ્ટેશનના GRD જવાનને રાજ્યપાલ ના હસ્તે એવોર્ડ

પ્રતિનિધિ, કાજર બારીયા
કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જી.આર.ડી પરમાર ધુપેન્દ્રસિંહ અનોપસિંહને શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ ના હસ્તે તારીખ ૨૭ ફેબ્રુઆરી ના રોજ એવોર્ડ આપી સન્માન કરવામાં આવતાં કદવાલ પો.સ્ટેશનના પી.એસ.આઈ કે.કે સોલંકી તથા સ્ટાફ દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા હતા.
જી.આર.ડી ધુપેન્દ્રસિંહ એ પોતાની નાઈટ ડ્યૂટી દરમ્યાન આદેશ મંદિર પાસે એક વ્યક્તિ કૂવામાં પડી જતાં તે વ્યક્તિ ની બુમો સાંભળી સ્થળ ઉપર દોડી જઇ તેનો જીવ બચાવ્યો હતો. તેની કામગીરી ને બિરદાવી ને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા