Vadodara
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા અવરનેસ પ્રોગ્રામ યોજાયો

વડોદરા ખાતે નારી તુ નારાયણી વાક્યને સાર્થક કરતા આજે નારી તત્વના સત્વને સ્નેહથી નીકળતા હર રૂપને નમન કરતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશન ના ગુજરાત પ્રેસિડેન્ટ સોનલબેન ડાંગરિયા ના નેજા હેઠળ વડોદરા પ્રેસિડેન્ટ વંદનાબેન હડિયા દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ઇન્ટરનેશનલ શૂટર અંજુ શર્મા તેમજ વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશન સી ટીમ જયશ્રીબેન નંદાણીયા અને સાથે આવેલા બહેનો તેમજ મકરપુરા સી ટીમ ના કિશન રાય હાજર રહી બહેનોને મોટીવેટ કર્યા તેમજ બહેનોને અલગ અલગ ગેમો અને અને મહિલાઓને અવરનેસનો પ્રોગ્રામમાં વડોદરા પ્રમુખ વંદનાબેન હડિયા સાથે કિરણબેન ભગવતીબેન બલદાણીયા સુશીલાબેન ભાદરકા કોમલબેન ધંધુકિયાએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી જેવોને સોનલબેન ડાંગરિયા, વંદનાબેન હડિયા અને તેમની ટીમને ખુબ ખુબ પ્રગતિ કરે એવા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે