Connect with us

Gujarat

સુલિયાત ખાતે “સૌને અન્ન – સૌને પોષણ” જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ

Published

on

Awareness Program under Public Distribution System "Food for All - Nutrition for All" at Suliat

સંકલ્પ યાત્રા અંતર્ગત ૩૦૦થી વધુ નાગરિકોએ MY Ration એપ ડાઉનલોડ કરીને સરકારની યોજનાનો અંગે માહિતી મેળવી

ગોધરા,મંગળવાર :- મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં તથા જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરવા હડફ તાલુકાના સુલિયાત ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત “સૌને અન્ન – સૌને પોષણ” જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો.સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ નીહાળી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા.

Advertisement

Awareness Program under Public Distribution System "Food for All - Nutrition for All" at Suliat

આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત O.N.O.R.C, ફોર્ટિફાઇડ રાઈસ,ડબલ ફોર્ટિફાઇડ સોલ્ટ,વન નેશન વન રેશન કાર્ડ,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.આ તકે ઉપસ્થિત ૩૦૦થી વધુ નાગરિકોએ MY Ration એપ ડાઉનલોડ કરીને સરકારની યોજનાનો અંગે માહિતી મેળવી હતી.

આ કાર્યક્રમમાં “ધરતી કહે પુકાર” અંતર્ગત બાળકોએ નુકકડ નાટક પ્રસ્તુત કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવી પર્યાવરણના રક્ષણ માટે ગ્રામજનોને જાગૃત કર્યા હતા. લાભાર્થીઓએ પણ આ પ્રસંગે સરકારી યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની સફળ વાર્તા “મેરી કહાની, મેરી જુબાની” કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી હતી.

Advertisement

આ પ્રસંગે મામલતદાર,તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકા વિકાસ અધિકારી,તાલુકા હેલ્થ અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓ,લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!