Connect with us

Chhota Udepur

આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા કવાંટ ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

Published

on

(છોટાઉદેપુર તા.૨૫)

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ , તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ  રાઠવા, ઉપપ્રમુખ ભારેશ ભાઈ, કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવા તથા કવાંટ તાલુકા સદસ્ય જયંતીભાઈ રાઠવા તથા પ્રદેશ યુવા મોરચા ના ઉપપ્રમુખ મુકેશ ભાઈ અને કવાંટ ગ્રામ પંચાયત સરપંચ શીલાબેન રાઠવા ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એમ. ચૌહાણ, તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

કાર્યક્રમ માં વિવિધ બિમારીઓ ગ્રસિત દર્દીઓ  માટે જિલ્લા સરકારી હોસ્પિટલ માંથી વિવિધ રોગોના તજજ્ઞોએ તેમજ કવાંટ તાલુકાના તબીબી અઘિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહી સેવાઓ આપી હતી,જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.અનિલ યાદવ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો જીગ્નેશ પ્રજાપતિ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૨૫ ટી.બી. દર્દીઓ ને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!