Vadodara
સાવલી માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ મેળો યોજાયો
સાવલી ના ભીમનાથમહાદેવ મંદિર ના હૉલ માં પરિવારકલ્યાણ વિભાગ આયુષ્ય ની કચેરી ગાંધીનગર અને આયુર્વેદશાખા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા આધુનિક જીવનશૈલી, માં યોગ દ્વારા સ્વાથ્ય ની જાળવણી અને પરંપરાગત ઔષધીયપદ્ધતિ, થી રોગ નાબુદી અંગે જાગરૂકતા કેળવવા વડોદરા જિલ્લામાં આયોજિત છો આયુષમેળા પૈકી સાવલી ડેસર તાલુકાના સૈયુક્ત ચોથા આયુષ્ મેળા નું આયોજન કરાયું હતું
વડોદરાજિલ્લાના સાવલી માં આવેલ સુપ્રસિદ્ધ ભીમનાથમહાદેવ મંદિર ના સાનિધ્યમાં પંથકના નાગરિકો ને આધુનિકજીવન શૈલી માં પારંપરિક ઔષધિઓ થી શારીરિક સ્વાથ્ય જળવાય જેની જનજાગૃતિ અર્થે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય, પરિવારકલ્યાણ વિભાગ નિયામક આયુષ વિભાગ ની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લાપંચાયત વડોદરા કે,જે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ સાવલી ગુજરાત હોમીઓપેથીક કોલેજ સાવલી, સરકારી આયુર્વેદ કોલેજ વડોદરા દ્વારા આયુષ મેળા નું આયોજન કરાયું હતું સ્વચ્છ સ્વસ્થ અને સમૃદ્ધ નાગરિક.
અને યોગ ભગાવે રોગ ની થીમ પર આયુષ મેળા નું આયોજન કરાયું જેમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર એ દીપપ્રાગટય કરી આયુષ મેળા ની શરૂઆત કરી હતી આયુર્વેદ હોમીઓપેથી એલોપેથી સહિત ના વિભાગ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા હતાં અને પંચકર્મ સારવાર અને યોગા નું લાઈવ નિદર્શન કરાયું હતું જ્યારે આંગણવાડી વિભાગ દ્વારા દેશી સ્વાસ્થ્ય વર્ધક વાનગીઓ નું નિદર્શન કરાયું હતું સ્વાથ્ય જાળવણી અને રોગો નું પરંપરાગત ઔષધીય પદ્ધતિ દ્વારા સુરક્ષિત નિદાન કરાવવા જનજાગૃતિ કેળવી હતી સાવલી ડેસર તાલુકા ના સૈયુક્ત યોજાયેલ આયુષ મેળા માં જિલ્લા તાલુકા આરોગ્ય વિભાગ ના પદાધિકારી જિલ્લાપંચાયત ઉપ પ્રમુખ સદસ્ય તાલુકાપંચાયત પ્રમુખ સહિત કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં અને બહોળી સંખ્યામાં સાવલી ડેસર તાલુકાના લાભાર્થીઓ એ લાભ લીધો હતો