Connect with us

Panchmahal

સંપૂર્ણ લોકશાહી ઢબે નાલંદા વિદ્યાલય માં “બાળપંચાયતની ” ચૂંટણી યોજાઈ

Published

on

"Baal Panchayat" election was held in Nalanda Vidyalaya in full democratic style

ભારત લોકશાહીની જનની છે, અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. ભારતના ભાવિ નાગરિકોને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ જ્ઞાન આપવાના હેતુથી નાલંદાના વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ થકી અને વિદ્યાર્થીઓ માટે પ્રતિનિધિ મંડળની ચૂંટણી યોજાઈ જેમાં ફોર્મ ભરવા, રિજેક્ટ થવા , ડિપોઝિટ જપ્ત, થવી ગુપ્ત મતદાન અને ઇવીએમ મશીન દ્વારા મતદાન કરાવી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને તાદ્રશ્ય કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ મહેમાન તરીકે ઘોઘંબા પંથકના નીડર પત્રકારો મિતુલભાઈ શાહ ,ફિરોજભાઈ શેખ અને યોગેશભાઈ કનોજીયા નું ઇન્ટરવ્યૂ નાલંદાના બાળ પત્રકારોએ લઈ સૌની પ્રશંસા મેળવી હતી.

આ સમગ્ર ચૂંટણીમાં ઇલેક્શન કમિશનમાં ગજેન્દ્ર ભાઈ અને કિરણભાઈ તેમજ નિરીક્ષક તરીકે ધનેશ્વર ઉપસરપંચ પ્રકાશભાઈ પરમાર મનુભાઈ રાઠવા અને પાધોરા તાલુકા પંચાયતના સભ્ય મહેન્દ્રભાઈ પરમારે ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. શાળાના અંગ્રેજી માધ્યમમાં જનરલ સેક્રેટરી તરીકે સંકેત પરમાર અને લેડીઝ રીપ્રેઝન્ટેટિવ લક્ષ્મી પટેલ તેમજ ગુજરાતી માધ્યમમાં મંત્રી તરીકે મકવાણા માહી , ઉપમંત્રી તરીકે હર્ષ રાઠવા અને મહિલા પ્રતિનિધિ તરીકે ગ્રીષ્મા સોલંકી અને સહાયક મહિલા પ્રતિનિધિ તરીકે હીનાબાનુ મકરાણી વિજય થયા અને પ્રતમિક મધમિક અને ઉચ્ચતર માઘયમિક વિભાગના સૌ વિજયી પ્રતિ નિધીઓએ હારેલા ઉમેદવારો સાથે શાળાના મેદાનમાં વરસતા વરસાદ ને માણતા ભવ્ય વિજય સરઘસ કાઢીને વિદ્યાર્થીઓ આનંદ ઉત્સાહ સાથે જ્ઞાનવર્ધન કર્યું હતું. શાળાના ટ્રસ્ટી નેહલબેન જોષી અને ભગવતીબેન જોશીએ આવેલા મહેમાનઓ નો આભાર માન્યો.

Advertisement
error: Content is protected !!