Gujarat
ગુજરાતના શિક્ષિત યુવાનો અને યુવતીઓ સાથે ભાજપ સરકારનું ઓરમાયું વર્તન
ભાજપ સરકારની ભેદભાવ વાળી અને લોકોને છેતરતી નીતિ સામે પંચમહાલ “આપ” દ્વારા આવેદનપત્ર અપાયું
મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા બહેનોને મહિને હજાર રુપિયા અપાય છે અને મહારાષ્ટ્રમાં યુવાનોને રુપિયા આપવાની ભાજપે જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સાથે કેમ અન્યાય?: જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ
પંચમહાલ આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેના વિશે જણાવતાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ કહ્યું છે કે, ગુજરાતીમાં કહેવાય છે ને કે, “વખાણેલી ખીચડી દાંતે ચોંટે” આ યુક્તિ ને બીલકુલ બંધ બેસતું ઉદાહરણ ગુજરાતમાં ભાજપ સરકારની નીતિ દ્વારા જોવા મળે છે. છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ગુજરાતીઓએ ઘણી આશાઓ સાથે, વખાણી વખાણીને મત આપીને સતત સરકાર બનાવી છે. વર્ષ ૨૦૨૨ માં તો ઐતિહાસિક ૧૫૬ જેટલી બેઠકો આપી અને છતાંય આજે ગુજરાતના જ યુવાનો અને યુવતીઓ સાથે ભાજપ સરકાર અન્યાય કરી રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા યુવતીઓને દર મહિને ૧૦૦૦ રુપિયા આપવામાં આવે છે અને તેનો ચૂંટણીઓમાં પ્રચાર કરી વોટ મેળવવામાં આવે છે એજ રીતે મહારાષ્ટ્ર માં ચૂંટણી આવી રહી છે ત્યારે શિક્ષિત બેરોજગાર યુવાનોને લાયકાત મુજબ ૬૦૦૦, ૮૦૦૦ અને ૧૦૦૦૦ રુપિયા દર મહિને આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો પછી અહીંના યુવાનો અને યુવતીઓને આવી યોજનાઓ નો લાભ કેમ આપવામાં નથી આવતો? આ ભાજપની બેવડી નીતિ, ભેદભાવ કરવા વાળી અને અન્યાય કરવા વાળી નીતિ છે તેથી રાજ્યના લાખો યુવાનો અને યુવતીઓને
ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા અન્યાય સામે આમ આદમી પાર્ટીએ આજે અવાજ ઉઠાવ્યો છે અને ન્યાય અપાવવા ભાજપ સરકાર ને આવેદનપત્ર આપ્યું છે ભાજપ સરકાર રાજસ્થાનમાં પણ ઘરેલું ગેસનો બાટલો ગુજરાત કરતાં સસ્તો આપે છે અન્ય રાજ્યોમાં ઘર વપરાશની વિજળી મફત આપવાની જાહેરાત કરે છે ત્યારે જે ગુજરાતે ભાજપને વખાણી, વૉટ આપી રાજ્યમાં લાંબો સમય શાસન કરવા સત્તા આપી અને દેશમાં પણ ગુજરાતે ભાજપને નામ અપાવ્યું ત્યારે ભાજપ જ ગુજરાત ના યુવાનો, યુવતીઓ, મહિલાઓ, ખેડૂતોને હડાહળ અન્યાય કરી રહ્યું છે તેથી કહેવાનું મન થાય છે કે, ગુજરાતના લોકો ક્યાં સુધી સહન કરશો? બીજા રાજ્યોના લોકો જેટલો લાભ તમને કેમ નથી મળતો? આ સવાલ દરેક ગુજરાતીઓએ ભાજપને કરવો જોઈએ તેમ કહીં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોનો અવાજ બની છે તેવું પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે.
જિલ્લા મહામંત્રી આશિફ બક્કર, જિલ્લા માયનોરીટી પ્રમુખ અમીન ગુરજી, જિલ્લા માયનોરીટી મહામંત્રી મુસ્તાકભાઇ શેખ, ગોધરા નગરપાલિકાના પૂર્વ સભ્ય ઉસ્માનભાઈ દુલ્લી, સલીમભાઈ બેલી
સહિતના પદાધિકારીઓ દ્વારા પંચમહાલ જિલ્લા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.