Mahisagar
બાજપઈ બેંકેબલ યોજનાએ યુવાન નું ભવિષ્ય બદલી નાખ્યુ
માણસની પ્રબળ ઈચ્છા શક્તિ અને એમાં સરકાર ના સાથે સામાન્ય માણસ ના જીવન માં સાતરંગો ભરી દીધા મહિસાગર જિલ્લાના લુણાવાડા ના યુવાનને સરકાર સાથ મળતા જિંદગી બદલાઈ ગઈ
આપણે સૌ જાણીએ છીએ કે,ભારતમાં ભારતીય હસ્ત-શિલ્પ ઉદ્યોગ, ઘરેલું ઉદ્યોગ કે અન્ય નાના ઉદ્યોગોનું (આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતી ધરાવતો માણસ પણ કરી શકે તેવા ઉદ્યોગ) બ્રિટીશ સકરાર દ્વારા પોતાનું ઓદ્યોગિક ઔપનિવેશિક હીત સાધવા ભારતને તેમના તૈયાર માલ સામાનનું બજાર અને ભારતમાંથી બ્રિટેન તરફ કાચા માલની નિકાસના પ્રયત્નોના કારણે પતન થયું. અંતે ભારતના કુશળ કારીગરોને બેરોજગારી અને ગરીબીનો ભોગ બની ગામડા તરફ ભણી જવું પડ્યું પરિણામ સ્વરુપ ગામડાઓમાં કૃષિ ક્ષેત્રે પ્રછન્ન બેકારીને કારણે ભારત ગરીબીનો શિકાર બન્યું.
ભારતના આવા હસ્તશિલ્પ, ઘરેલું ઉદ્યોગ કે અન્ય ઉદ્યોગ કે જેમાં ઓછા રોકાણે જાત મહેનતે કે ઓછા માનવ જરુરીયાતે કામ કરી નફો મેળવી શકાય અને પોતાની અને પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતીમાં સુધારો કરી શકાય, આવા તમામ ઉદ્યોગોના ઉભા કરવા ગુજરાતના દીર્ધ દ્રષ્ટા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને તેમની સરકાર સતત પ્રયત્નશીલ છે. આવા સ્વ-ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તથા આર્થિક સહાય દ્વારા તેમની આર્થિક મુંજવણ ઓછી થાય તે અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની આ ડબલ એન્જીન સરકાર બાજપઈ બેંકેબલ યોજનાનો લાભ ગામે ગામ અને તમામ જરુરિયાતોને મળી રહે તે માટે સતત કાર્યશીલ છે.
કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો મારફતે નાણાકીય લોન સહાય આપવાની યોજના એટલે બાજપાઈ બેન્કેબલ યોજના આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. આવા જ એક મહીસાગર જિલ્લાનાં લુણાવાડા ખાતે રહેતા ધર્મેશભાઈ પરમાર જણાવે છે કે તેઓ ૧૮ વર્ષથી સીટ કવરનાં ધંધા સાથે જોડાયેલા છે પરંતુ, તેઓ આર્થિક અસગવડના કારણે બદલતા સમય સાથે તાલ મિલાવવા સક્ષમ ન હોવાથી પોતાના માલને વેચવા માટે જરુરી દુકાન બનાવી ન શકવાના કારણે તેઓને મહેનત કરવા છતાં પણ જરુરીયાત મુજબ વળતર મળતું નહી. આના કારણે ઘણીવાર તેઓને પરિવારની આર્થિક જરૂરિયાતોપુરી ન કરી શકવાની પણ નોબત આવતી.
એક સમયે ધર્મેશભાઈએ આ વ્યવસાય છોડી છુટક મજુરી કે આ વ્યવસાય સાથે સંકળાયેલ કોઈ દુકાનમાં કામ કરવાનું પણ વિચારી લીધું, પરંતુ ધર્મેશભાઈની નવરાશના સમયે છાપું વાંચવાની ટેવે તેમના જીવનમાં એક નવો રંગ પુર્યો, આદત મુજબ ધર્મેશભાઈ એક દિવસ છાપું વાંચી રહ્યા હતા અને તેમાં વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મળતા લાભોની જાહેરાત જોઈ, પહેલાતો વધુ ખ્યાલ ન આવ્યો પણ પરિસ્થિતી અને જરુરિયાતે તેમને આ અંગે વિચારતા કર્યા, થોડા દિવસમાં તેમના સાથી મિત્રોને તેમણે વાત કરતા મોબાઈલ મારફતે આ યોજના વિશે જાણ્યું અને એમાં કેવી રીતે એપ્લાય કરવું તેની વિગતો મેળવી જેમાં કોઈ પણ સમસ્યા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું આ રીતે ધર્મેશભાઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે સંપર્ક કરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા જેના થકી તેમને ત્રણ લાખ સુધીની લોન મળી જેમાંની 57 હજાર જેટલી રકમ સરકાર તરફથી સહાય સ્વરુપે જ્યારે અન્ય રકમ લોન સ્વરુપે બજાર ભાવ કરતા ખુબ ઓછા વ્યાજે મળી.
ધર્મેશભાઈ મળેલ સહાય થકી ગુજરાત સીટ કવર નામની એક દુકાન લુણાવાડામાં ચાલુ કરી, આજે લુણાવાડામાં દરેક ઓટો ગેરેઝ કે સર્વિસ સાથે જોડાયેલ દુકાનદારો તેમના બનાવેલા સીટ કરવા વાપરે છે તથા સામાન્ય માણસ પણ ધર્મેશભાઈ પાસે સીટ કરવા લેવાનું પસંદ કરે છે. આમ તેમની આવકમાં વધારો થતા આજે તેઓની આર્થિક પરિસ્થિતીમાં પણ સુધારો થયો છે તેઓ હવે દુકાનમાં સીટ કવર સાથે સોફા કવર,ગાદલા ,પડદા ,જેવી અનેક વસ્તુઓ રાખવા માંડ્યા છે અને આજે ધર્મેશભાઈ સન્માનપુર્વક કોઈ પણ પાસે હાથ ફેલાવ્યા વગર પોતાના ધંધા સાથે ખુશી પુર્વક જીવન પસાર કરી રહ્યા છે સરકાર તરફથી આપવામાં આવેલ સહાય બદલ ધર્મેશભાઈ અને તેમના પરિવારજનોએ સરકારના આવા પ્રયત્નોને આવકાર્યા હતા અને મદદ માટે આભાર પણ માન્યો હતો.
શ્રી બાજપાઈ બેન્કેબલ યોજનાના લાભ લેવા માટે જરુરી પાત્રતાઃ-
૧૮થી ૬૫ વર્ષ અને શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ ધોરણ-૪(ચાર) પાસ
વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવા જોઈએ.
બેંક મારફત લોનધિરાણની મહત્તમ મર્યાદા:
- ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ૮ લાખ.
- સેવાક્ષેત્ર માટે મહત્તમ ૬ લાખ.
- વેપાર ક્ષેત્ર માટે ૩ લાખ.
ધિરાણની રકમ ઉપર સહાયના દર:
આ યોજના હેઠળ ગ્રામ્ય ક્ષેત્રે સહાયના દર જનરલ કેટેગરી માટે 25 ટકા જ્યારે અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિ /માજી સૈનિક/મહિલા/40% કે તેથી વધુ અંધ કે અપંગ માટે 40 ટકા જ્યારે શહેરી માટે ઉપરોક્ત જણાવ્યા મુજબ અનુક્રમે જનરલ કેટેગરી માટે 20 ટકા અને અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિ/માજી સૈનિક/મહિલા/40% કે તેથી વધુ અંધ કે અપંગ માટે 30 ટકા છે. આ યોજના અંત્રગર્ત ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે મહત્તમ સહાય અનુક્રમે રુપિયા 1,25,000 તથા 1,00,000 અને વેપાર ક્ષેત્રે જનરલ કેટેગરી શહેરી માટે 60,000 તથા ગ્રામ્ય માટે 75,000 જ્યારે રિઝર્વ કેટેગરી શહેરી અને ગ્રામ્ય બંને માટે 80,000 રુપિયા, અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઈ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય રુપિયા 1,25,000 છે.
અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે, સુચિત ધંધા માટે કેબિન-ફર્નિચર બનાવવા, સાધન ઓજાર અને મશીનરી ખરીદવા, ઈલેક્ટ્રીફિકેશન કરવા,વર્કિંગ કેપીટલ માટેપૈકી કોઈ પણ માટે આ યોજના હેઠળલોન મેળવી શકે છે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કુટિર ઉદ્યોગ શરૂ કરવા ૫૦,૦૦૦ની લોન મેળવવા માટે તાલુકા કક્ષાના વિકાસ અધિકારીને તથા ૧,૦૦,૦૦૦ સુધી પ્રોજેક્ટ અધિકારી વર્ગ-૧ ને પણ સત્તા આપવામાં આવેલ છે.
(સલમાન મોરાવાલા સંતરામપૂર)