Panchmahal
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા બાલ વાટિકા માસ્ટર ટ્રેનર્સ તાલીમ
પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળા ખાતે આવેલ BRC ભવન માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ- 2020 અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોમાથી બાલવાટિકા ત્રણ માં પંચમહાલ જિલ્લાના કુલ ૧૧૦ સી.આર.સી કોર્ડીનેટરને માસ્ટર ટ્રેનર્સ તરીકે તૈયાર કરવામાં આવ્યા હતા.સમગ્ર તાલીમના કન્વીનર અને આયોજક ડાયટના સિનિયર વ્યાખ્યાતા ઉમેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
ડાયટ પ્રાચાર્ય બી.પી. ગઢવી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ અને જિલ્લા માંથી એસ.એસ.એ. માંથી ટીટી નીતિનભાઇ પટેલ દ્વારા તાલીમ સંબંધી વિશેષ માર્ગદર્શન અને પ્રેરણા પ્રોત્સાહન પુરુ પાડવામાં આવેલ હતુ. તમામ માસ્ટર ટ્રેનર્સ દ્વારા તારીખ 26 .6 .2023 થી 28 .6 .2023 દરમિયાન બાલવાટિકા ભણાવતા તમામ શિક્ષક મિત્રોને તાલીમ આપી હતી.
આ તાલીમ દરમિયાન શિક્ષક માર્ગદર્શિકા અને વિદ્યાર્થી પ્રવૃત્તિપોથી ભાગ એક અને ભાગ બે ના સાહિત્યની ચર્ચા ,એન સી. એફ -એફ. એસ. ની સમજ, વિકાસાત્મક ધ્યેયો HW,EC અને IL ની અધ્યન નિષ્પત્તિઓ,બાલવાટિકાની પૂર્વભૂમિકા ,અભિનય ગીત ,જોડકણા અને અધ્યયન નિષ્પત્તિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓની સિદ્ધાંતિક તેમજ પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી હતી. બાળ રમતો, બાલ રમકડાઓ અને બાળ સંગીતની રમઝટ સાથે તાલીમ આપવામાં આવેલ હતી.