Vadodara

શહેરમાં કોફી શોપ, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ માં કપલ બોકસ બનાવવા પર પ્રતિબંધ

Published

on

વડોદરા, તા.૦૫ જુલાઈ, ૨૦૨૩ મંગળવાર વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરનાં ઘણા વિસ્તારમાં કોફીશોપ, ફોટલો, કાફે રેસ્ટોરન્ટો વિગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ) ઉભા કરી તેમા અસામાજિક પ્રવૃત્તિઓ રોકવાના માટે કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યા એ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા તાત્કાલિક મનાઈ ફરમાવી છે.

નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું રોકવા માટે તેમજ અશ્લીલ કૃત્યો રોકવા માટે કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યા એ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. વધુ માં કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા માટે અને ઉપરોક્ત તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવાના માટે જણાવાયું છે.

Advertisement

વડોદરા શહેર વિસ્તારમાં તા. ૩૦/૦૯/૨૦૨૩ સુધી આ હુકમનો અમલ કરવા માટે જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

Advertisement

Trending

Exit mobile version