Gujarat

રેલવે પ્રોજેક્ટની કામગીરીને લઈ પંડ્યા બ્રિજ ઉપરથી જતા વાહનો ઉપર પ્રતિબંધ

Published

on

પ્રતિબંધિત રસ્તા સહિત વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ મુંબઇ અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશન આસપાસ પંડયાબ્રિજ ઉપર ગડર લોચિંગની કામગીરી તા.૨૦/૦૬/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી કરવામાં આવનાર છે. આ કામગીરી કરતી વખતે પંડયાબ્રિજ ઉપરથી અવર-જવર કરતાં વાહનોને અકસ્માત થવાની સંભાવના હોવાથી કામગીરી દરમ્યાન શહેરીજનોને અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામુ બહાર પાડવાની જરૂર હોવાથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ગુજરાત પોલીસ અધિનિયમ (સને ૧૯૫૧ ના ૨૨માં)ની કલમ ૩૩ (૧) બી. થી મળેલ સત્તાની રૂએ પંડયાબ્રિજ તા.૨૦/૦૬/૨૦૨૪ થી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામા અનુસાર અક્ષર ચોક સર્કલ, મનીષા ચાર રસ્તા, ચકલી સર્કલ, જી.ઇ.બી સર્કલ,ગેંડા સર્કલ, અટલ બ્રિજ, પંડયા બ્રિજ ઉપર થઇ ફતેગંજ બ્રિજ તરફ અવર-જવર કરતાં વાહનો માટે રસ્તો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જેની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ પ્રકારના વાહનો અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, મનીષા ચાર રસ્તા, યોગા સર્કલથી જમણી બાજુ વળી,ગાય સર્કલ, અકોટા બ્રિજ પર ચાર રસ્તા,અકોટા બ્રિજ ઉપર, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, રેલ્વે હેડ કર્વાટર, જેલ રોડ, ભીમનાથ નાકા, બરોડા ઓટો મોબાઇલ, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે. અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, મનીષા ચાર રસ્તા, યોગા સર્કલ,ચકલી સર્કલથી જમણી બાજુ વળી, જેતલપુર રોડ, વલ્લભચોક સર્કલ, જેતલપુર બ્રિજ ઉપર,સૂયા પેલેસ ચાર રસ્તા,ભીમનાથ નાકા, બરોડા ઓટો મોબાઇલ, કાલાઘોડા સર્કલ, નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, તમામ પ્રકારના વાહનો જે તે તરફ જઇ શકાશે.

Advertisement

અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ, ચકલી સર્કલ, જી.ઇ.બી સર્કલ, વીરસાવરકર સર્કલ, ગેંડા સર્કલથી ડાબી બાજુ વળી, ગોરવા રોડ, અમરકાર ચાર રસ્તા, ગોરવા પોલીસ સ્ટેશન રોડ, ગોરવા,બાપુની દરગાહ, મધુનગર ચાર રસ્તાથી જમણી બાજુ વળી, મધુનગર બ્રિજ ઉપર, ફુલવાડી ચાર રસ્તા, ચિશ્તીયાનગર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી,છાણી જકાતનાકા સર્કલ થઇ શકશે. એલ એન્ડ ટી સર્કલ (વુડા સર્કલ) થી ફતેગંજ બ્રિજ થઇ, પંડયા બ્રિજ ઉપર જતાં તમામ પ્રકારના વાહનો એલ એન્ડ ટી સર્કલથી ઇ.એમ.ઇ સર્કલ, ફતેગંજ બ્રિજ નીચે, જુનાવુડા, ફ્રીડમ સર્કલ, સેવનસીઝમોલ, ફતેગંજ બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી, નરહરી સર્કલ,કાલાઘોડા સર્કલ,જેલ રોડ, મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે તેમજ ફતેગંજ સર્કલથી નિઝામપુરા રોડ, છાણી જકાતનાકા સર્કલ, મધુનગર બ્રિજ થઇ જાય શકશે.

જાહેરનામા મુજબ ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો અક્ષરચોક સર્કલથી અટલ બ્રિજ નીચે, મનીષા ચાર રસ્તા,યોગા સર્કલ,ચકલી સર્કલ,જી.ઇ.બી સર્કલ, અલકાપુરી રોડ,એકસપ્રેસ હોટલ ચાર રસ્તા,પ્રોડકટીવીટી નાકા, અલકાપુરી ગરનાળા,રેલ્વે સ્ટેશન, કાલાઘોડા સર્કલ,નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, ટુ વ્હીલર,થ્રી વ્હીલર,ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે અને ગેંડા સર્કલથી અલકાપુરી અંદરના રસ્તે,અરૂણોદય સર્કલ, પ્રોડટીવીટી નાકા, અલકાપુરી ગરનાળા,રેલ્વે સ્ટેશન રોડ, કાલાઘોડા સર્કલ,નરહરી સર્કલ, ફતેગંજ સર્કલ થઇ, ટુ વ્હીલર, થ્રી વ્હીલર,ફોર વ્હીલર વાહનો જે તે તરફ જઇ શકાશે.

Advertisement

Trending

Exit mobile version