National
મિઝોરમમાં ઘુસી રહ્યા બાંગ્લાદેશી આતંકવાદીઓ!: આસામ રાઈફલ્સે અઠવાડિયામાં કરી બેની ધરપકડ, ઓળખ બદલીને રહી રહ્યા હતા
મિઝોરમના લોંગતલાઈ જિલ્લામાં આસામ રાઈફલ્સ દ્વારા બાંગ્લાદેશના વિદ્રોહી સંગઠન કુકી-ચીન નેશનલ આર્મી (KCNA) સાથે જોડાયેલા 29 વર્ષીય આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીની ઓળખ કરી લેવામાં આવી છે. તેનું નામ ફલિયાન્સંગ બાવમ છે અને તે છેલ્લા કેટલાક સમયથી બુંગતલંગ ગામમાં એક મકાનમાં રહેતો હતો.
નિવેદનમાં જણાવાયું છે કે, એક સૂચનાના આધારે કાર્યવાહી કરતા, આસામ રાઇફલ્સના જવાનોએ શુક્રવારે ઘર પર દરોડો પાડ્યો હતો અને આતંકવાદીને પકડી લીધો હતો અને તેને રાજ્ય પોલીસને સોંપ્યો હતો. અગાઉ, 10 માર્ચે, આસામ રાઇફલ્સે તે જ જિલ્લાના હુમ્મુન્નમ ગામમાં વધુ એક KCNA આતંકવાદીને પકડ્યો હતો.
પડોશી ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ (CHT) ના 500 થી વધુ લોકોએ KCNA સામે બાંગ્લાદેશ આર્મીના ક્રેકડાઉનથી બચીને લોંગતાલાઈ જિલ્લામાં આશ્રય લીધો છે. કુકી-ચીન શરણાર્થીઓની પ્રથમ બેચ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્વોત્તર રાજ્યમાં પ્રવેશી હતી.