Panchmahal
બાસ્કા ગામે ગંગાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને કીટ વિતરણ કરાઇ
કાદિર દાઢી દ્વારા
હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે છેલ્લા ચાર વર્ષ થી હથુરણ ગામના ગંગાત ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ઇમતીયાજ ભાઈ કોલ્યા દ્વારા, વિધવા મહિલાઓ તેમજ નિરાધાર જરૂર મન્દ લોકોને દર મહિને પેટે રૂ.1000 ની સહાય કરવામાં આવે છે. તેમજ યતિમ ને મદદ રૂપ થઈ આ ટ્રસ્ટ તેવોને મદદ રૂપ બની આવે છે.જ્યારે આ ટ્રસ્ટ દ્વારા વિવિધ જિલ્લાઓ જેવા કે નર્મદા, ભરૂચ, સુરત, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લા ના છેવાડા ગ્રામ્ય વિસ્તારના વિધવા, યતિમ અને જરૂતમન્દ લોકો ને આ ગંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ મદદરૂપ બની આવી છે.
હાલોલ ના બાસ્કા ગામ ખાતે છેલ્લા પાંચ વર્ષ થી 50 થી 52 મહિલાઓ ને દર વાર્ષિક 12000 એમ કુલ 6,24,000 ની સહાય કરવામાં આવે છે આવીજ રીતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ નિ સ્વાર્થ સેવાકીય કાર્ય કરી લાખો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ગંગાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં 152 લાભર્થીઓ ને આ કીટ વિતરણ કરવામાં આવી હતી જેને લઇ બાસ્કા ખાતે વિધવા અને નિરાધાર લોકોએ આ ટ્રસ્ટનો આભર વ્યક્ત કર્યો હતો.