Gujarat
મસાલા ખરીદતા પહેલા રાખો તકેદારી નહીં તો છેતરાસો
(સુરેન્દ્ર શાહ દ્વારા)
રસોઈ ઘરમાં વપરાતા મસાલાઓ ખરીદ કરતા પહેલા તેણે ચકાસવાની હૃદય પૂર્વકની સલાહ આપવામાં આવે છે કારણ હવે રૂપિયા કમાવાની લ્હાયમાં અમુક વેપારીઓ દ્વારા મસાલાઓમાં સેલ કરવામાં આવે છે આવી ભેળસેળ નો એક મોટી વિગત સપાટી પર આવી છે ઊંઝા ગામના મંગલમૂર્તિ ગોડાઉનમાં પોતાની દુકાન ધરાવતા જય દશરથ પટેલની ફર્મમાં બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો જેમાં જીરું ભરેલી 48 ગુણો ને તપાસતા તેમાં જીરું નહીં પરંતુ નકલી જીરું ભરેલું હતું ફૂડ એન્ડ ડ્રગ્સ ના કમિશનર ડોક્ટર એસ જે કોશીયાલીના જણાવ્યા મુજબ 48 ગુણમાં ભેળસેળ વાળું જીરું નહીં પરંતુ નકલી જીરું હતું જેને વરિયાળીના છોતરા તેમાં સિમેન્ટ નો પાવડર અને તેના પર ગોળના પાણીનો છંટકાવ કરેલો હતો સદર 48 બોરી જેનું વજન 3360 કિલો ફૂડ એન્ડ ડ્રગ્સ ના અધિકારીઓ દ્વારા શીલ મારીને ન વેચવા માટે ની તાકીદ કરવામાં આવી હતી સદર 48 બોરી ની કિંમત પાંચ લાખ રૂપિયા આકવામાં આવી છે સદર જપ્ત કરવામાં આવેલ નકલી જીરાનો સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.
રિપોર્ટ આવ્યા બાદ જય દશરથ પટેલ સામે કાયદેસરની યોગ્ય અને કડક હાથે કામ લઈ તેની સામે FIR કરવામાં આવશે આ કૃત્ય માનવ જીવન માટે અને તેના સ્વાસ્થ્ય માટે ખતરનાક અને ગંભીર કહેવાય માટે આવા શખ્સોને છોડવામાં ન આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે માનવ જીવનના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પકડાશે તો તેઓને પણ બક્ષવામાં નહીં આવે છતાં પણ ખરીદ કરનાર વ્યક્તિઓને પોતાના પરિવારની આરોગ્યની ચિંતા હોય તો તેઓએ પોતાના જાણીતા અને પ્રામાણિક વેપારીઓ પાસેથી સુક્કા મસાલા ખરીદવા માટેનો આગ્રહ રાખવો બાકી આ જમાનામાં પૈસા માટે ગમે તેવો અને આરોગ્યને નુકસાન કરે તેવા મસાલા અને ખાણીપીણીની વસ્તુઓ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે માટે ખરીદ કરનાર વ્યક્તિઓએ ધ્યાનપૂર્વક દરેક વસ્તુની ખરીદી કરવી જોઈએ
- જય દશરથ પટેલની ફર્મમાં બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા છાપો મારવામાં આવ્યો
- જીરું ભરેલી 48 ગુણો ને તપાસતા તેમાં જીરું નહીં પરંતુ નકલી જીરું, વરિયાળીના છોતરા તેમાં સિમેન્ટ નો પાવડર અને તેના પર ગોળના પાણીનો છંટકાવ કરેલો હતો
- નકલી જીરાનો સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે જો તપાસ અધિકારીના દિલ માં ભગવાન વસ્યો હશે તો તેનો સાચો રિપોર્ટ આવશે ?