Chhota Udepur
પ્રેમ કરતાં પહેલાં ચેતજો નવા પ્રેમી સાથે મળી જુના પ્રેમી ની હત્યા કરતી કળિયુગ ની પ્રેમિકા

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર થી થોડા દિવસ અગાઉ સુખી ની મુખ્ય કેનાલ માં થી નિલેશ વાલ્મીકિ નામના યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાર બાદ પાવી જેતપુર પોલીસ ને સમગ્ર ધટના ની જાણ કરવામા આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ નો કબ્જો લઈ પાવી જેતપુર. સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યાર બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેમના પરિવાર ને મૃતદેહ નો કબ્જો આપી દેવામાં આવ્યો હતો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નીલેશ ની શ્વાસ રૂંધાવાના કારણે મોત થયું હોવાનું પીએમ રીપોર્ટ માં સપાટી ઉપર આવતા પાવી જેતપુર પોલીસ પીએસઆઇ જેતાવત એક્શનમાં આવી વધુ તપાસ હાથ ધરતા મોબાઈલ લોકેશન ના આધારે આરોપીઓ સુઘી એલ.સી.બી એસ.ઓ.જી અને પાવી જેતપુર પોલીસ સફળ થઈ જયા રાઠવાએ હત્યા ને અંજામ આપી ફેસબુક ફ્રેન્ડ ને ત્યાં બોમ્બે સંપર્ક કરી બને ફરાર થઈ ગયા હતા
છોટાઉદેપુર પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું અને સમગ્ર ઘટના સામે આવી હતી પ્રાપ્ત મળતી માહિતી મુજબ નાની દુમાલીના નિલેશભાઈ, સાત આઠ વર્ષ પહેલાં પાવી જેતપુર ના પાલીયાની નવ યુવાન ખૂબ સુરત જયા રાઠવા નાની દુમાલી ના રહેવાસી નિલેશ ની સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા ત્યાર બાદ જયા રાઠવા વારંવાર નિલેશ ને લગ્ન કરવા દબાણ કરતી હતી પરંતુ નિલેશ પરણીત હોવાથી લગ્ન ની વાત ટાળતો હતો પાલીયાની જયા રાઠવા ત્યાર બાદ શ્રય અપ્પુ સોની ના પ્રેમ સંબંધ માં ફસાઇ હતી તેને લગભગ બે વર્ષ ઉપર વિતી ગયા હતા આ સમગ્ર ધટના ની જુના પ્રેમી એટલે કે નિલેશ ને જાણ થઈ જતા વારંવાર નિલેશ ને મારી નાખવાની ધમકી આપવા આવતી હતી ત્યારે એક દીવસ જયા સોમા ભાઇ રાઠવા એ પોતાના જુના પ્રેમી ને છોટાઉદેપુર ના કોરાઝ ગામ પાસે મળવા બોલાવ્યો હતો ત્યારે સાત વર્ષ થી પ્રેમ સંબંધ બંધાયેલા નિલેશ પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો પરંતુ નિલેશ ને ક્યાં ખબર હતી કે મારી આખરે આ જયા સાથે છેલ્લી મુલાકાત થઈ રહી છે.
ત્યારે શ્રય અપ્પુ સોની અને જયા રાઠવા એ પહેલા થી જ નિલેશ ને પતાવી દેવાનો પ્લાન બનાવી દીધો છે. નિલેશ પોતાના પરિવાર નો મોભ સમાન ગનાતો એક નો એક દીકરો અને છો મહિના નો લાડક વાયો પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દેશે પરિવારે ન્યાય ની. અપીલ કરી
* પૂર્વ પ્રેમી વિઘ્ન બનતા સદા માટે દૂર કરવા ગયા પરંતું પોતાના ગળામાં ગાળિયો પોલીસે નાંખી દીધો પંથક માં ચકચાર. અપ્પુ સોની અને જયા રાઠવાએ લક્જુરિયસ કાર લઈને જઇ સીટબેલ્ટ નો સહારો લઇ મોતને ઘાટ ઉતાર્યા હતો ત્યાર બાદ હાથી પગલા રાયપુર કેનાલ માં નાખી ત્યાંથી બોમ્બે રવાના થઈ ગયા હતા..
* કાનૂન કે હાથ લંબે હોતે હૈ ખૂની પ્રેમીઓ પોતાના પ્લાન માં નિષ્ફળ નીવડયા આરોપીઓ પાવીજેતપુર ના શ્રય ઉર્ફે અપ્પુ સોની પોતાની સોનાની દુકાનની આળમાં ચલાવતો ગોરખ ધંધા પ્રેમ સંબંધ નો કરુણ અંજામ.