Surat
રસ્તામાં મળેલી મહિલા ભગવાનની વાતો કરે તો ચેતી જજો

સુનિલ ગાંજાવાલા
રતમાં ચોરીની ઘટના સતત બનતી રહે છે.તેવામા સુરતમાં મહિલા ચોર ગેંગ સક્રિય થઈ છે.સુરતના વરાછા વિસ્તારમાં છીતું નગર સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ પોતાનું કામ કાજ અર્થે ઘરની બહાર નીકળ્યા હતા.તે દરમિયાન ત્રણ જેટલી મહિલાઓ તેમની પાસે આવી હતી અને ભોળવી રીક્ષા મા બેસાડી વૃદ્ધાને ઘરથી દૂર લઈ ગયા હતા.ત્યારબાદ વૃદ્ધાના હાથમાં પહેરેલી સોનાની બંગડી અને સોનાની બુટ્ટી કઢાવી થેલીમાં મુકાવી દીધી હતી.
ત્યારબાદ વૃદ્ધાને કેફી દ્રવ્ય સૂંઘાડતા બેભાન થઈ ગયા હતા.જ્યારે ભાનમાં આવ્યા ત્યારે મહિલાઓ અને રીક્ષા ત્યાંથી જતી રહી હતી.અને વૃદ્ધા એ પહેરેલા દાગીના ચોરી થઈ ગયા હતા.જેથી વૃદ્ધાએ પોતાના પુત્રને બોલાવી સમગ્ર વાત કરતા પુત્રએ પોલીસ મથકમાં જાણ કરી હતી.પોલીસે સીસીટીવી તપાસતા ત્રણ મહિલાઓ વૃદ્ધાને રીક્ષામા બેસાડતા કેદ થઈ હતી.જેથી પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.