Gujarat
નદી-નાળામાં ન્હાવાની મજા માણવા ના બળે બની ના જાય સજા સાવધાન! એક જ દિવસમાં થયા આટલા લોકો નો મોત
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં બે અલગ અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી ત્રણ યુવકોના મૃત્યુ નીપજ્યાં છે. જે બાદ મૃતક યુવકોના પરિવારમાં માતમ છવાયો છે.
આ અંગે વિગતવાર વાત કરીએ તો અમદાવાદના દાણીલીમડાના ત્રણ યુવકો ધંધુકાની કેનાલમાં ન્હાવા માટે કૂદ્યા હતા. આ દરમિયાન અચાનક જ આ ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા હતા. યુવકોની ચીસા-ચીસ સાંભળીને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. રાહદારીઓ દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક કેનાલ ખાતે દોડી આવી હતી.
જે બાદ યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ત્રણ યુવકો પૈકી બે યુવકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એક યુવકનું ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ફાયરની ટીમ દ્વારા મૃતક યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
આવો જ બનાવ મહીસાગર જિલ્લામાં બન્યો છે. પંચમહાલથી માનગઢ હિલ ખાતે ફરવા ગયેલા 10 યુવકોમાંથી 2 યુવકના સંતરામપુરની નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. મળતી માહિતી અનુસાર, પંચમહાલના મોરવાના 10 યુવકો માનગઠ હિલ ખાતે ફરવા ગયા હતા. આ દરમિયાન સંતરામપુર તાલુકાના મોહણીયા ધરામાં 10 યુવકો ન્હાવા પડ્યા હતા. ન્હાવા પડેલા 10 પૈકી 2 યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. ડૂબેલા યુવકોની શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.