Gujarat
દ્રાક્ષ ખાતા પહેલા સાવધાન પેસ્ટીસાઈડ અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ પડશે મોઘોં

(સુરેન્દ્ર શાહ દ્વારા”)
ગરમીના દિવસો શરૂ થતા બજારમાં લીલી દ્રાક્ષની આવક વધવા લાગી સાથોસાથ દ્રાક્ષ ખરીદનારા વધારો થયો છે પરંતુ છેલ્લા દસ દિવસથી મેડિકલ સ્ટોરના અભ્યાસુ વેપારી દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો કે અન્ય દવાઓ કરતા ગળા માં બળતરા ની તથા ખાંસી ની દવા લેવા માટે ધાર્યા કરતાં વધુ પેશન્ટો આવ્યા છે પરિણામે એક પેશન્ટ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દ્રાક્ષ ઉપર પેસ્ટીસાઈડ અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.
જેને લઇને શ્વાસનળીમાં કફ જામે છે અને ગળા માં બળતરા તથા ખાંસી થાય છે આ અંગે મેડિકલ સ્ટોરના માલિકના જણાવ્યા મુજબ દ્રાક્ષના શોખીન માણસોએ દ્રાક્ષ ખરીદ્યા બાદ મીઠા વાળા પાણીમાં અડધો કલાક સુધી રાખ્યા બાદ બહાર કાઢી તેને સાદા પાણીથી સાફ કરીને દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઈએ જેથી લઈને દ્રાક્ષ આરોગનારને ઉપરોક્ત તકલીફ ના થાય અને હજાર પંદરસો રૂપિયા નો ડોક્ટર નો ખર્ચો બચી જાય માટે દ્રાક્ષ ના શોખીન હોય તેવા વ્યક્તિઓએ સાવધાન રહેવાની જરૂર છે