Connect with us

Gujarat

ખાતામાં પૈસા નાખ્યાનું કહી ગઠિયો છેતરવા જાય તે પહેલા ચેતી ગયેલા ઈસમ ને મારી નાખવાની ધમકી

Published

on

(પ્રતિનિધિ રિઝવાન દરિયાઈ)

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ગત રાત્રીના સુમારે પરમાર રજની ભાઇને અજાણ્યા શખ્સોએ ફોન કરીને જણાવ્યું કે તમારા ખાતામાં ૩૩, ૫૦૦/- રૂપિયા  મે જમા કરાવ્યા છે જે તમે મારી પત્ની હોસ્પિટલમાં છે મારો દિકરો દાખલ છે તમે તેને આપી આવો. જેની તપાસ કરતા માત્ર ૩૩,૫૦૦/- રૂપિયાની રિકવેસ્ટ જ આવી હતી જેથી પરમાર રજની ભાઈ એ તેની માહિતી હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન કમિશન ના ગુજરાત રાજ્ય પ્રમુખ ને કરતા તેમણે કોઇ પણ પ્રકારની લિંક ઓપન ન કરવા જણાવ્યું હતું કે જેથી પૈસા ઉપડી જાય. ફરીયાદીએ રિકવેસ્ટ કેન્સલ કરી દીધી જેના કારણે અજાણ્યા શખ્સે ફોન કરી રંજની ભાઈ તથા તેમના પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન ના પ્રમુખ ડૉ.મોહંમદ ઝુબેર કુરેશીએ સાથે રહી ઠાસરા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ લેખીત અરજી આપી હતી.

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!