Connect with us

Surat

વરરાજા ઘોડે ચઢે તે પહેલા કુતરુ કરડી ગયુ નિકાહ પહેલા હડકવાની રસી કબૂલ હે….

Published

on

Before the groom got on the horse, the dog bit him. Accept the rabies vaccine before the marriage.

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)

સુરતમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવામાં પાલિકા લાચાર સાબિત થઈ રહી છે. કોસાડમાં વરરાજા અને તેના બે સાથીદારોને કૂતરાંએ બચકાં ભરી લીધાં હતાં. વરરાજાએ પીઠી ચોળેલી હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી મૂકાવવા માટે આવવું પડ્યું હતું.રખડતા કૂતરાનો પ્રશ્ન શહેરમાં જટિલ બની ચૂક્યો છે. પાલિકા પાંજરાની સંખ્યા વધારીને ખસીકરણની કામગીરી વધારવા માટેનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેની જમીન ઉપર ખાસ કોઈ અસર નથી અનુભવાઈ રહી. શનિવારે નવી સિવિલ હોસ્પિટલમાં એક વરરાજા લગ્નના દિવસે પીઠી ચોળેલી હાલતમાં હડકવા વિરોધી રસી લેવા પહોંચ્યા હતા.

Advertisement

Before the groom got on the horse, the dog bit him. Accept the rabies vaccine before the marriage.
સુરતમાં રખડતાં કૂતરાઓ કરડતા હોવાની ઘટનાઓ સતત વધી રહી હોવાથી નવી સિવિલ હોસ્પિટલમાં આ માટે અલાયદુ આદર્શ હડકવા વિરોધી સારવાર કેન્દ્ર શરૂ કરવું પડ્યું છે. રસી લેવા માટે રોજ આ કેન્દ્રમાં લાંબી લાઈનો લાગી રહી છે. આમ તો સુરત મહાનગરપાલિકા રખડતા કૂતરાઓના રસીકરણ અને ખસીકરણ માટે લાખો રૂપિયા ખર્ચી રહી છે. ફરિયાદ મળે ત્યાં પાંજરા ગોઠવી કૂતરાંઓને પકડવા માટેની પણ કવાયત કરી રહી છે પરંતુ આ તમામ પ્રયાસો નિરર્થક સાબિત થઈ રહ્યાં છે. કૂતરાઓનો આતંક અકબંધ રહ્યો છે, આ હાલતમાં સુરતમાં એક વરરાજાને પણ કૂતરો કરડ્યો હતો. પીઠી લગાવેલી હાલતમાં વરરાજા સુરત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.સિવિલમાં રસી લેવા માટે પીઠી ચોળેલી હાલતમાં આવેલા વરરાજા સૂફિયાન પટેલનું કહેવું હતું કે, અમરોલી કોસાડ આવાસ પાસે છ દિવસ પહેલાં ઘરની બહાર ઊભા હતા ત્યારે બે કૂતરાએ પગ ઉપર બચકાં ભર્યા હતા, જેથી સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં પાંચ ઇન્જેક્શનનો ડોઝ લેવાના છે. મને બે શ્વાને બચકાં ભર્યાં હતાં. થોડી જ વારમાં હું જ્યાં હતો ત્યાં વધુ બે લોકોને પણ કૂતરાંએ બચકાં ભર્યાં હતાં. તેણે ઉમેર્યું હતું કે, અમે જે વિસ્તારમાં રહીએ છીએ તે અમરોલી-કોસાડ આવાસમાં રખડતા કૂતરાઓને ત્રાસ ખૂબ વધ્યો છે. મારા આજે લગ્ન છે પરંતુ ટાઇમ ટેબલ પ્રમાણે આજે હડકવા વિરોધી રસીનું બીજું ઇન્જેક્શન લેવું જ પડે તેમ હોવાથી લગ્ન પહેલાં ઇન્જેક્શન લેવા આવ્યો હતો.

error: Content is protected !!