Gujarat
“સુપ્રસિદ્ધ પારનેરા ચંડીકા માતા ના લાભાર્થે ૨ જી મે થી દેવી ભાગવત કથાનો આરંભ.”
નવસારી જિલ્લાના વલસાડ તાલુકાના સુપ્રસિદ્ધ પારનેરા ડુંગર પર બિરાજેલા ચંડીકા માતા મંદિરના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૪૨ મી તા.૨ મે થી ૧૦ મે સુધી દેવી ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે.કથાનો સમય દરરોજ સાંજે ૩ થી ૬ રાખવામાં આવ્યો છે.એનું મૂહુર્ત શ્રીફળ પૂજારી જીતુભાઇ મહારાજ , છીબુભાઈ ટંડેલ , બીપીનભાઈ પટેલ ભૈરવી ને અર્પણ કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે પારનેરા ડુંગર પર ત્રીમુખી ચંડીકા બિરાજે છે.જે હાજરા હજુર છે.હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજ ના નામ સાથે જોડાયેલું છે.
આ કાર્યમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલ , સરપંચ ભરતભાઈ પટેલ , પંકજભાઈ એમ પટેલ , પૂજારી અરવિંદભાઈ પુનમલાલ કનુજીયા , ઈશ્વરભાઈ પટેલ (લાકડાવાળા) ,રમણભાઈ ભગતજી (બિનવાડા) , બાબુભાઇ પટેલ , પૂજારી રાકેશભાઈ કિશોરભાઈ કનુજીયા , ધર્મેશભાઈ બાલકૃષ્ણ કનુજીયા , રાજેન્દ્રકુમાર મનસુખલાલ કનુજીયા સહભાગી બનશે.કથા નું સ્થળ પારનેરા બ્રાહ્મણ ફળીયા ગ્રામ પંચાયત ની બાજુમાં માતાજીની તળેટીમાં રાખવામાં આવશે.