Chhota Udepur

પ્રધાનમંત્રી આવાસ યોજનાની મંજૂરી ની કાગડોળે રાહ જોતાં ઘર વિહોણા કંડા અને ખટાસ ના લાભાર્થી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકામાં વિવિધ ગામોનાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ને થોડા દિવસ પહેલા જ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મંજૂરીપત્ર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ૨૦૨૨/૨૩ના કુલ ૧૫૬૯ લાભાર્થીઓને મંજૂરીપત્ર સાંસદ ગીતાબેન રાઠવા તથા જીલ્લા ના બે ધારાસભ્ય ની હાજરી માં મંજૂરીપત્ર આપવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ પાવી જેતપુર તાલુકા ના અનેક ગામડાઓ પૈકી ભીખાપુરા ,કંડા, ખટાશ સહિતના ગામડાઓ માં આવાસ વિહોણા ગરીબ પરીવારને આવાસ નો લાભ મળેલ નથી જે આવાસ માટેનાં ફોર્મ પણ ભરેલા છે પરંતુ તેમને વર્ક ઓર્ડર મળેલ નથી ત્યારે આ ગામડાના ગરીબ લોકો ને વહેલી તકે ઘરના ઘર નો લાભ મળે તે માટે કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા ગરીબોને ઘરનું ઘર આપવાનું વચન આપવામાં આવે છે. પરંતુ ભીખાપુરા ગામમાં ૪૦૦ અને કંડા ગામમાં ૨૦ કરતાં વધારે પરિવારને કાચા મકાનમાં રહેવાનો વારો આવ્યો છે. જેમને આજ દિન સુધી ફોર્મ ભરવા છતાં પ્રધાનમંત્રી આવાસનો લાભ મળવા પામ્યો નથી નળિયાવાળા કાચા મકાન તથા ઘણા મકાન ન હોવાને લીધે તાડપટ્ટી બાંધીને રહેવાનો પણ વારો આવ્યો છે.

Advertisement

જ્યારે ઘણા આ કાચા મકાન વાળાને તો બી.પી.એલ માં પણ હોવા છતાં તેમને તેનો લાભ માળતોજ નથી જ્યારે સરકારી તંત્ર ને રજુઆત કરતા તે ઓનલાઇન ના કરાવેલ હોય તો નહીં મળે તેમ કહેવામાં આવે છે. પરંતુ આ ગામડાની ગરીબ અને અભણ પ્રજાને ક્યારે ઓનલાઈન ચાલુ થાય તે પણ ખબર પડવા નથી દેતા અને આ પ્રધાનમંત્રી આવાસ ના લાગતા લોકો દ્વારા પ્રધાનમંત્રી આવાસ નો લાભ લઈ લેવામાં આવે છે અને ગરીબ તો ત્યાંનો ત્યાં રહી ગયો હોય તેમ લાગી રહ્યું છે. જો વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને આ પ્રધાનમંત્રી આવાસો ફાળવવામાં આવે તો આ ગરીબ જે કાચા નળિયાવાળા મકાનમાં અને તાડપટ્ટી બાંધીને રહે છે. તેમને આવાસ નો લાભ મળી શકે તેમ છે પરંતુ સરકારી તંત્ર ની મિલિભગત થી પ્રધાનમંત્રી આવાસ તેમના લાગતા વળગતા લોકો તથા ધાબા વાળા મકાન માલિકોને તેનો લાભ મળે છે અને ગરીબ લાભાર્થીને તેનો લાભ મળતો જ નથી ખરેખર સરકારી તંત્ર તટસ્થ તપાસ કરીને આ ગરીબ લોકોને તેમનો લાભ અપાવવામાં આવે તેવો એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

  • જરૂરીયાત વાળા લાભાર્થી આવાસ થી વંચિત કાચા નળિયાવાળા મકાનમાં તાડપટ્ટી બાંધીને રહેવા મજબૂર
  • પાવી જેતપુર તાલુકા ના અનેક ગામડાઓ પૈકી ભીખાપુરા,કંડા, ખટાશ સહિતના ગામડાઓ માં ઘર વિહોણા ગરીબ પરીવારને આવાસ નો લાભ મળેલ નથી
  • ભીખાપુરા ગામમાં ૪૦૦ અને કંડા ગામમાં ૨૦ કરતાં વધારે પરિવારને કાચા મકાનમાં રહેવાનો વારો

Trending

Exit mobile version