Chhota Udepur
જેતપુર ગામના સરપંચ નેન્સી શાહ ને શ્રેષ્ઠ સરપંચ અને જેતપુર ગામને સ્માર્ટ વિલેજ નો પુરસ્કાર
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જેતપુરપાવી તાલુકા પંચાયત દ્વારા જેતપુર પાવી તાલુકા પંચાયત કચેરી રતનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ના સમાપન કાર્યક્રમ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર તાલુકાના તમામ ગામોમાંથી આવેલ માટી ના કળશ દરેક સરપંચો દ્વારા તાલુકા પંચાયત કચેરીએ એકત્રિત કરવામાં આવ્યા હતા. આવનાર સમય માં આ તમામ ગામોની માટી ને દિલ્હી મોકલાઈ દિલ્હી માં બનનાર અમુતવન માં આ તમામ માટી નો ઉપયોગ થનાર છે. આ પ્રસંગે દેશની સરહદ ઉપર સેવા બજાવનાર હયાત તેમજ નિવૃત્ત જવાનો ને પણ શાલ ઓઢાડી સન્મનિત કરવામાં આવ્યા હતાં. સદર કાર્યક્રમ માં જેતપુર ગામના મહિલા સરપંચ નેન્સી બેન શાહ ને શ્રેષ્ઠ સરપંચ તરીકે ૨૫ હજાર નો ચેક આપી સન્માન પત્ર થી નવાઝવામાં આવ્યા હતા.
ઉપરાંત તેમની જેતપુર ગ્રામ પંચાયત ને ગુજરાત સરકાર તરફથી રાજ્યનું સ્માર્ટ વેલેજ તરીકે રૂ. પાચ લાખ નો ચેક તથા સ્માર્ટ વિલેજ નું પ્રમાણ પત્ર પણ સરપંચ નેન્સી શાહ અને ડે. સરપંચ મોન્ટુભાઈ શાહ ને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપા ના પ્રમુખ ઉપેન્દ્ર ભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ હીનાબેન બારીયા , જિલ્લા કારોબારી અધ્યક્ષ ઉમેશ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ તથા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંત માં દરેક મહાનુંભવો ના હસ્તે વૃક્ષારોપણ અને પંચ પ્રતિજ્ઞા નો પણ કાર્યક્રમ સાથે દવજવંદન પણ કરવામાં આવ્યું હતું.
* જેતપુરપાવી તાલુકા પંચાયત ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં માટી એકત્રિત કરાઈ