National
ઢોંગી બાબા ના વેશ માં ફરતા જાદુગરો થી ચેતી જજો
(સુરેન્દ્ર શાહ દ્વારા)
સુખ અને દુઃખ પોતાના કર્મ પ્રમાણે મળે છે અને સુખ દુઃખમાં ઘટાડો કે વધારો ભારત દેશના કોઈપણ બાબા કે ઢોંગી બાબા કંઈ પણ કરી શકતા નથી છતાં પણ ભારત દેશમાં બાબાઓની ભરમાર છે ભારત દેશને બાબાઓની ચુંગાળમાંથી કોઈ બચાવશે ખરું 21મી સદીમાં પણ ભારતના લોકો અને હવે તો શિક્ષિત લોકો પણ અંધશ્રદ્ધાની પાછળ આંધળી દોટ મૂકે છે ભારતમાં બાબાઓની ભરમાળ છે બાબાઓ ખરેખર સિધ્ધ પરુષ છે કે જાદુગર છે એની કોઈ ઓળખ કરી શકતું નથી લોકો તેઓ પાછળ આંધળી દોટ મૂકે છે તેમના ચમચાઓ દ્વારા લોભામણી અને છેતરામણી જાહેરાતોમાં ફસાઈને આંધળી દોટ કે છે અને લાખોના ટોળાઓ બાબાઓને ભગવાનનું બિરુદ આપે છે આજના બની બેઠેલા બાબાઓ આધુનિક અને ફેશનેબલ પરિધાન ધારણ કરી લોકોને પોતાની તરફ આકર્ષે છે લોકો આવા અંધવિશ્વાસુ અને અંધશ્રદ્ધાનો શિકાર બને છે પરિણામે પોતાની સંપત્તિ અને સંતતિ ગુમાવે છે.
ખાસ કરીને મહિલાઓ શેર માટીની ખોટ પુરવા માટે બાબાઓની તરકીબોનો ભોગ બને છે આખરે પોતાનું શિયળ લુટાવી બદનામ થવાના ડરથી બાબાઓ સામે કોઈ હરફ નથી ઉચ્ચારતા તથા ફરિયાદ નથી કરતા અને આ ના કરવા પાછળ બાબા દ્વારા કરવામાં આવેલ કુકર્મ છુપાવવા માટે બાબાઓ ધમકી આપે તારા પરિવારનું ધનોધ પનોત કાઢી નાખીશ માટે તારે અને તારા પરિવારને સલામત રહેવું હોય આ બાબતે મોં બંધ રાખશે ફરે બોલાવુ ત્યારે આવજે ઢોંગી અને બની બેઠેલા બાબાઓ ઘણી મોટી સંખ્યામાં આજે જેલના સળિયા પાછળ છે આવા બનાવ બાદ પણ શિક્ષિત અને અશિક્ષિત લોકોને જ્ઞાન લાધતું નથી રાજકારણીઓ પણ આવા બાબાઓ પાછળ પાગલ થઈ જાય છે પોતાના સ્વાર્થ ખાતર બાબાના આશ્રમે અથવા તો જાહેર સ્થળોની સભાઓમાં લાખોની મેદની જોતા તેઓ માત્ર પોતાના વોટના સ્વાર્થ માટે બની બેઠેલા બાબાઓના જાહેરમાં ચરણસ્પર્શ કરી બાબાઓને વિનંતી કરતા જોવા મળે છે કે ચૂંટણીમાં મને મદદ થાય તે માટે ભક્તોને આડકતરી રીતે સંકેત આપો.
આ રાજકારણીઓ દેશની સેવા કરવા માટે લાયક નથી તેઓના વોટ માટે લાખો લોકો વચ્ચે પોતાનું સ્વમાન ગીરવે મૂકી દેછે એવા રાજકારણીઓ લોકોનું શું ભલુ કરશે પહેલા આવા બાબાઓ ભુવા જાગરિયાઓ ફક્ત આદિવાસી અને અભણ પ્રજા તેઓ પર ભરોસો કરતી હતી પરંતુ હવે તો શિક્ષિત સમાજ નોકરીમાં પ્રમોશન, ચૂંટણીમાં વિજય, ધંધો વેપાર ધંમધોકાર ચાલે, છોકરાઓનો અભ્યાસ, સંતાન પ્રાપ્તિ દુશ્મનની ખાના ખરાબી કરવા માટે આવા બની બેઠેલા બાબાઓના શરણમાં જાય છે જોકે આવા જાદુ ટોણા કરતાં બાબાઓ વિરુદ્ધ વિજ્ઞાન જાથા દ્વારા મોહીમ ઉપાડવામાં આવી છે જે ખરેખર યોગ્ય છે અંધશ્રદ્ધા નિવારણ શાખા દ્વારા આવા બાબાઓની કલાકારીને જાહેરમાં પર્દાફાસ કરવા માટેના પ્રયાસો થાય છે જો આવા બાબાઓ માં દિવ્ય શક્તિ હોય તો તેઓ પોતાના પરિવારનું દુઃખ દૂર કેમ નથી કરી શકતા? આવા બાબાઓ લોકોને દુઃખી કરીને પોતે સુખી થવાના કીમિયા અજમાવે છે કલિયુગના આ જમાનામાં કોઈ સિદ્ધ પુરુષ નથી એ અંધ ભક્તોએ ભૂલવું ના જોઈએ ઘણા બધા ધર્મના ધર્મગુરુઓ છે તેઓ ભક્તોને આકર્ષવા માટે કોઈ કીમિયા કે જાદુ કરી કરતા નથી માત્ર ધર્મનું અને સમાજને ઉપયોગી થાય એવું જ્ઞાન પીરસે છે તમે જુઓ સ્વામિનારાયણ સંસ્થાના સંતો, જૈન સંસ્થાના સંતો, પુષ્ટિમાર્ગીય સંસ્થાના સંતો કે પછી આશ્રમો બનાવી માત્ર જન કલ્યાણના કામો કરતા સંતો ખરેખર આદરણીય છે પરંતુ આવા ઢોંગી બાબાઓ દ્વારા સમાજ સાથે કરવામાં આવતી છલકપટ ને લોકો સમજતા નથી અને આખરે પસ્તાઈ છે પછી માં મને કોઠીમાંથી કાઢ એવો ઘાટ છેતરાયેલા ભક્તોનો થાય છે.