Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લા સેવાસદન માં લટકતી ટ્યુબ લાકડી થી સાવધાન

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ સેવા સદન કચેરીમાં જતા આવતા દાદર પાસે સાચવીને જવું કારણ કે, વહીવટના અભાવે અહીં લાઇટ ની ટ્યુબ લાકડીઓ વાયર સાથે લટકતી રહી છે. જે ક્યારે કોઈના ઉપર પડે તે કહેવાય નહીં સામાન્ય લાભાર્થી હોય કર્મચારી હોય કે પછી કલેક્ટર હોય વાયરના સહારે લટકતી આ ટ્યુબ લાકડી કોઈની સગી નહીં થાય ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લાભાર્થીઓ તેમજ અધિકારીઓને કોઈ તકલીફ ના પડે તે હેતુસર કરોડોના ખર્ચે આ નવીન બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું પરંતુ જાળવણીના અભાવે અહીં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે વાયરો, બોર્ડ કે ટ્યુબ લાકડીઓ જેવી વસ્તુઓ અધ્ધરતાલ લટકતી જોવા મળે છે.
અહીં વિવિધ એજન્સીઓને ઇજારો આપી આ ઈમારતની દેખરેખ રાખવામાં આવે છે. પરંતુ અધિકારીઓ પોતાનું કામ પતાવી આવ્યા એ જ રસ્તે નીચું ઘાલી પરત જતા હોવાથી આવી અધ્ધરતાલ લટકતી વસ્તુઓ તેમને દેખાતી નથી